West Bengal SSC Scam: ધરપકડ બાદ પાર્થ ચેટરજીએ CM મમતાને 4 વાર ફોન કર્યો, જવાબ મળ્યો કે થોડીવાર પછી પ્રયાસ કરો

|

Jul 25, 2022 | 11:23 AM

કેબિનેટ મંત્રી અને પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીની (Former Education Minister Partha Chatterjee) પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ અને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડ ભરતી કૌભાંડ કેસમાં(West Bengal Primary Education Board Recruitment Scam Case) 23 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તેમની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીને આજે એટલે કે સોમવારે વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવશે.

West Bengal SSC Scam: ધરપકડ બાદ પાર્થ ચેટરજીએ CM મમતાને 4 વાર ફોન કર્યો, જવાબ મળ્યો કે થોડીવાર પછી પ્રયાસ કરો
Partha Chatterjee and Mamata Banerjee

Follow us on

West Bengal SSC Scam: પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ (WB-SSC) અને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડ ભરતી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલ કેબિનેટ મંત્રી અને ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીની હવે તબીબી તપાસ કરવામાં આવશે. જે અંતર્ગત કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને એર એમ્બ્યુલન્સ દ્વારા AIIMS ભુવનેશ્વર લઈ જઈ રહી છે. તે જ સમયે, પાર્થ ચેટરજીની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીને આજે એટલે કે સોમવારે વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે 23 જુલાઈના રોજ ધરપકડ દરમિયાન મંત્રી પાર્થ ચેટર્જીએ રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને ચાર વાર ફોન કર્યા હતા પરંતુ કોઈ જવાબ નોહતો મળ્યો.

ઈન્ડિયા ટુડેના અહેવાલો અનુસાર, જ્યારે પણ કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે, ત્યારે તે વ્યક્તિની માહિતી આપી શકે છે. જે પરિવારના સભ્ય, સંબંધી કે મિત્ર હોઈ શકે છે. એ જ રીતે, પાર્થ ચેટર્જીએ રાજ્યના મુખ્ય પ્રધાનને ધરપકડ વિશે માહિતી આપવા માટે અલગ-અલગ સમયે ત્રણ વાર ફોન કર્યો, પરંતુ તેમને માત્ર ‘કૃપા કરીને થોડી વાર પછી પ્રયાસ કરો’ જવાબ મળ્યો. 

EDને દરોડામાં 20 કરોડની રોકડ મળી હતી

તમને જણાવી દઈએ કે 22 જુલાઈના રોજ EDએ SSC કૌભાંડના સંબંધમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને રાજ્યના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જી અને તેમની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDને 20 કરોડની રોકડ મળી હતી. જેમાં 500 અને 2-2 હજારની નોટોના બંડલ સામેલ હતા. કલાકોની પૂછપરછ બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અર્પિતા ED રિમાન્ડ પર, આજે થશે હાજર- ચેટરજીનો મેડિકલ ટેસ્ટ

પાર્થ ચેટરજીની નજીકની સાથી અર્પિતા મુખર્જીને એક દિવસની ED કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા, આજે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તે જ સમયે, કેબિનેટ મંત્રી અને પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીને ED એર એમ્બ્યુલન્સ દ્વારા મેડિકલ તપાસ માટે AIIMS ભુવનેશ્વર લઈ જવામાં આવી રહ્યા છે. કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, રેસ્પિરેટરી મેડિસિન અને એન્ડોક્રિનોલોજીના નિષ્ણાત ડોકટરો પરીક્ષાનું સંચાલન કરશે. હાઈકોર્ટે કહ્યું કે એઈમ્સ તપાસ રિપોર્ટ તૈયાર કરશે. રિપોર્ટની એક નકલ SSKM હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને તપાસ અધિકારીને સોંપવામાં આવશે, જેઓ એર એમ્બ્યુલન્સની સાથે હશે.

Next Article