AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સાથે કોરોનાનું પર જોર વધ્યું , ચિંતાજનક છે કોરોનાના આંકડા, જાણો

પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચારમાં ખેલા હોબે, અને વિકાસ હોબેના ઘણા સુત્રો સાંભળવા મળ્યા હતા. પરંતુ કોરોનાના આંકડા જોઇને લાગે છે કે ચૂંટણી હોબે તો કોરોના ભી હોબે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સાથે કોરોનાનું પર જોર વધ્યું , ચિંતાજનક છે કોરોનાના આંકડા, જાણો
ચૂંટણી પ્રચાર (Photo - PTI)
| Updated on: Apr 13, 2021 | 12:08 PM
Share

ચૂંટણી રાજ્યોમાં કોરોના ચેપ કેમ વધી રહ્યો નથી? ભૂતકાળમાં રેલીઓની ઝાકમઝોળ વિશે આ પ્રશ્નો પૂછવામાં આવતા હતા. જો કે આ સાચું નથી. પશ્ચિમ બંગાળમાં પણ ચૂંટણી સાથે કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં યોજાનારી ચૂંટણીઓમાં અઢળક રાજકીય રેલીઓ થઇ અને હવે કોરોના કેસ વધતા જોવા મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં મૃત્યુ દર 1.7 ટકા થઈ ગયો છે, જે દેશમાં ત્રીજા નંબરે છે અને તે મહારાષ્ટ્રની બરાબર છે. પશ્ચિમ બંગાળથી આગળ પંજાબ અને સિક્કિમનું નામ છે. બંગાળમાં કોરોના મૃત્યુ દર 1.7 ટકા છે, જ્યારે સમગ્ર દેશમાં આ આંકડો માત્ર 1.3 ટકા છે. આ બતાવે છે કે ચૂંટણીલક્ષી રાજ્યમાં પણ કોરોના ભારે ફેલાઇ રહ્યો છે.

પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચારમાં ખેલા હોબે, અને વિકાસ હોબેના ઘણા સુત્રો સાંભળવા મળ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે કદાચ નેતાઓ ભૂલી ગયા કે આ સાથે કોરોના પણ હોબે. ચૂંટણી રેલીઓની તસ્વીરોમાં સામાજિક અંતર અને માસ્ક ના પહેરવાની ઘટના હવે સામાન્ય થઇ ગઈ છે. આ બધી તસ્વીરો પર અનેક સવાલો ઉઠતા રહે છે.

પોઝિટિવિટી રેટ પણ વધુ

એટલું જ નહીં પશ્ચિમ બંગાળ પોઝિટિવિટી રેટના મામલે દેશમાં 7 મા ક્રમે છે. બંગાળમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 6.5 ટકા છે, જ્યારે આખા દેશમાં આ આંકડો માત્ર 5.2 ટકા છે. આનો અર્થ એ છે કે જો બંગાળમાં 100 લોકોની કોરોના પરીક્ષણ લેવામાં આવે છે, તો તેમાંથી 6.5 ટકા લોકો સંક્રમિત મળી આવે છે. બિહાર, ઝારખંડ, આસામ અને ઓડિશાના પાડોશી રાજ્યોની તુલનામાં, પશ્ચિમ બંગાળમાં કેસોમાં ઝડપથી વધારો થયો છે.

છેલ્લા 7 દિવસની સરેરાશની વાત કરીએ તો, પશ્ચિમ બંગાળમાં દરરોજ 3,040 કેસ નોંધાઇ રહ્યા છે. આ આંકડો બિહારમાં 2,122, ઝારખંડમાં 1,734 અને ઓડિશામાં 981 છે. આસામની વાત કરીએ તો નવા કેસની સરેરાશ 234 છે, જે બંગાળ કરતા 10 ગણાથી ઓછી છે. કુલ કેસોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, છત્તીસગ જેવા રાજ્યો કરતાં સારી સ્થિતિ છે, પરંતુ નવા કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. 12 એપ્રિલના આંકડા અનુસાર કેસની સંખ્યા 138 દિવસમાં બમણી થઈ શકે છે.

ચુંટણીના ચાર તબક્કાઓ બાકી

પશ્ચિમ બંગાળમાં હજી ચૂંટણીના 4 તબક્કા બાકી છે. 17, 22, 26 અને 29 એપ્રિલના રોજ મતદાન બાકી છે. તે પહેલા ચૂંટણી પ્રચાર જોરમાં છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે રાજ્યમાં કોરોના વધી શકે છે. જનસભાઓ અને રેlલીઓમાં લોકોની હિલચાલને લીધે કટોકટી વધુ તીવ્ર બની શકે છે. જણાવી દઈએ કે ચૂંટણી પંચે રાજકીય પક્ષોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: ભારતમાં કોરોનાનું 3 ગણું સંક્રમણ વધવાના આ છે 4 કારણો, ઠીક થયેલા લોકોમાં ફરી પોઝિટિવ થવાનો દર પણ વધુ

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટ: અકસ્માતની ઘટનામાં જો ડ્રાઇવર નશામાં હોય તો વીમા કંપની તેના દાવાને નકારી શકે છે

Follow Us
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
g clip-path="url(#clip0_868_265)">