Weather Update : હવામાનનો મિજાજ બદલાયો, આગામી બે દિવસ ભારે પવન અને કરા સાથે પડી શકે છે વરસાદ
IMD અનુસાર આજે એટલે કે 30 માર્ચ અને 31 માર્ચે વરસાદની સંભાવના છે. આ સાથે કરા અને પવન પણ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
દિલ્હી-NCR માં હવામાને ફરી એકવાર પલટો આવ્યો છે. બુધવારે સાંજે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. બીજી તરફ હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ આજે એટલે કે 30 માર્ચ અને 31 માર્ચે વરસાદની સંભાવના છે. આ સાથે કરા અને પવન પણ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. તો 4 એપ્રિલ બાદ તાપમાનમાં વધારો થવાની આશંકા છે.
નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના
હવામાન વિભાગે પહેલાથી જ 29 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેની અસરને કારણે બુધવારે સાંજે 6 વાગ્યા બાદ રાજધાનીના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. તો ખરાબ હવામાનને કારણે, 9 ફ્લાઈટને દિલ્હીથી જયપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી.
9 flights diverted from Delhi airport to Jaipur airport due to the weather condition: Airport sources
— ANI (@ANI) March 29, 2023
વરસાદ અને કરા પડવાની શક્યતા
આ સાથે જ હવામાન વિભાગે પણ આજે ઉત્તર પ્રદેશમાં વરસાદ અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ, આજે 30 માર્ચ હવામાનનો મૂડ બદલાશે અને આવતીકાલે એટલે કે 31 માર્ચે સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ 2 એપ્રિલથી હવામાન ચોખ્ખું રહેશે. હવામાનનુ માનીએ તો, રાજધાની સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ સાથે ભારે પવન અને કરા પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
આ જિલ્લાઓમાં પડી શકે છે કરા
અહેવાલો અનુસાર જે જિલ્લાઓમાં કરા પડવાની પ્રબળ સંભાવના છે તેમાં આગરા, બદાઉન, બાગપત, અલીગઢ, અમરોહા, બરેલી, ફિરોઝાબાદ, બિજનૌર, હરદોઈ, એટા, મથુરા, હાથરસ, મેરઠ, મુરાદાબાદ, લખીમપુરખીરી, પીલીભીત, સંભાલનો સમાવેશ થાય છે. તો સહારનપુર, શાહજહાંપુર, રામપુર, શામલી શ્રાવસ્તી અને સીતાપુરનો સમાવેશ થાય છે.