Elephant Viral Video: ઉંચા પહાડો પાર કરવા માટે હાથીઓ અજમાવે છે આ ખાસ ટ્રિક, જુઓ આ વાયરલ થયેલો વિડિયો

Nirupa Duva
| Edited By: | Updated on: Jun 02, 2021 | 3:32 PM

Elephant Viral Video : હાથીઓની ગણતરી દુનિયાના સૌથી સમજદાર પ્રાણીઓમાં કરવામાં આવે છે. જે માત્ર પરિવારનું જ મહત્વ સમજે છે પરંતુ હંમેશા પરિવારની સાથે રહેવાનું પણ પસંદ કરે છે. હાલમાં હાથી (Elephant)ઓનો એક એવો વિડીયો (Viral Video) સામે આવ્યો છે જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Elephant Viral Video : હાથીઓની ગણતરી દુનિયાના સૌથી સમજદાર પ્રાણીઓમાં કરવામાં આવે છે. જે માત્ર પરિવારનું જ મહત્વ સમજે છે પરંતુ હંમેશા પરિવારની સાથે રહેવાનું પણ પસંદ કરે છે. હાલમાં હાથી (Elephant)ઓનો એક એવો વિડીયો (Viral Video) સામે આવ્યો છે જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સોશિયલ મીડિયા પર અવાર-નવાર પ્રાણીઓનો વિડીયો વાયરલ થાય છે. આ વિડીયો ને યુઝર્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. થોડા દિવસો પહેલા જ હાથીઓના ટોળા નો એક વિડીયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ જ વાયરલ થયો હતો. આ વિડીયો જોઈને તમે પણ દંગ રહી જશો. અને કહેશો કે, ભાઈ એકતા શીખવી હોય તો આ વિડીયો જોઈલો.

આપણે સૌ જાણીએ છીએ કે, હાથીઓની ગણતરી દુનિયાના સૌથી સમજદાર પ્રાણીઓમાં કરવામાં આવે છે. જે માત્ર પરિવારનું જ મહત્વ સમજતા નથી પરંતુ હંમેશા પરિવારની સાથે રહેવાનું પસંદ કરે છે. એવામાં જો હાથીઓના પરિવાર (Elephant Family)ના કોઈ એક સભ્ય પર મુસીબત આવે છે તો હાથીઓનું આખું ટોળુ મદદ માટે પહોંચી જાય છે. હાલમાં હાથીઓનો એક વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભારેખમ વજન બાદ પણ હાથીનું ટોળુ જંગલના ઉંચા પહાડો સહેલાઈથી પસાર કરતા જોવા મળ્યા હતા.

 

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર હાથીના ટોળાનો એક મજેદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ લોકો પણ આકર્ષિત થઈ રહ્યા છે. આ વિડીયોમાં ભારેખમ શરીરની સાથે હાથીઓનું એક ટોળું એક પહાડ પસાર કરતા જોવા મળી રહ્યા છે. જે લોકો માટે પ્રેરણાદાયી છે.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક મોટો ખાડો છે. જેમાં હાથીનું ટોળું લાઈનમાં આગળ વધી રહ્યું છે. એક હાથી પહેલા પહાડ પસાર કરે છે. ત્યારબાદ અન્ય હાથી એક બીજાને પહાડ પસાર કરવા માટે મદદ કરી રહ્યા છે. જેનાથી તેઓ આસાનીથી ખાડામાંથી પસાર થઈ શકે, અન્ય હાથીઓ પણ આજ ટ્રિક અપનાવે છે.

આ વિડીયોને ભારતીય વન સેવા અધિકારી સુધા રામેને ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, હાથી ચઢાઈમાં સારા હોય છે. ધણા લોકો તેમના ભારેખમ વજનના કારણે વિચારે છે. જેવી રીતે તેઓ મદદ માટે સામેવાળાને પીઠનો સહારો આપે છે તેને જોઈને ઘણું શીખવા મળે છે.

 

g clip-path="url(#clip0_868_265)">