દુનિયાના ટોચના ધનિક વોરન બફેટના રોકાણ અને બચતના સોનેરી નિયમો, તમે પણ જાણી લો

Oct 28, 2018 | 4:28 PM

દર વખતે આપણે પૈસાના રોકાણની યોજના બનાવતા રહીએ પણ જ્યારે ખરેખર રોકાણ કે બચત કરવાનો વારો આવે ત્યારે કોઈ યોજના કામ ન આવે. દુનિયાના ટોચના અમીરોમાં સ્થાન ધરાવતા વોરેન બફેટે લોકોને કેવી રીતે નાણાનું રોકણ કરવું અને તેનાથી ક્યારેય નાણાંકીય અછત ન થાય તેના માટે કેટલાક આઇડિયા આપ્યા છે. જે તમારા નવા વર્ષમાં અને આગામી […]

દુનિયાના ટોચના ધનિક વોરન બફેટના રોકાણ અને બચતના સોનેરી નિયમો, તમે પણ જાણી લો

Follow us on

દર વખતે આપણે પૈસાના રોકાણની યોજના બનાવતા રહીએ પણ જ્યારે ખરેખર રોકાણ કે બચત કરવાનો વારો આવે ત્યારે કોઈ યોજના કામ ન આવે. દુનિયાના ટોચના અમીરોમાં સ્થાન ધરાવતા વોરેન બફેટે લોકોને કેવી રીતે નાણાનું રોકણ કરવું અને તેનાથી ક્યારેય નાણાંકીય અછત ન થાય તેના માટે કેટલાક આઇડિયા આપ્યા છે. જે તમારા નવા વર્ષમાં અને આગામી જીવનમાં કાયમ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.

વોરન બફેટના સોનેરી નિયમો:

કોઈ અન્ય વ્યક્તિના પગલે ચાલીને તમારું રોકાણ ન કરો. તમને જેની સમજ ન પડતી હોય અથવા તો તમારી સમજશક્તિની બહારની જગ્યા પર ક્યારેય રોકાણ ન કરો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જો તમે શેરબજારમાં રોકાણ કરવા માગતા હોવ તો કોઇ પણ સ્ટોકમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી રાહ જોવાનું રાખો. જો તમે એક જ દિવસમાં ખરીદીને વેચાણ કરવા માગો છો તો ક્યારેય શેરબજારમાં રોકાણ કરશો નહીં.

આ માટેની પહેલી શરત છે ક્યારેય નાણાં ઉધાર લેશો નહીં. વોરેન બફેટ અનુસાર, જો તમે કાર્યનિષ્ઠ હશો તો મહેનત કરશો અને એક પણ રૂપિયા ઉધાર લીધા વગર રૂપિયા બનાવી શકશો. એટલું જ નહીં લોન અને ઉધારના વ્યાજના ચક્કરમાં માણસ બરબાદ થઇ જાય છે.

બફેટ પોતાના રોકાણની સાથે બચત પર પણ ભાર મૂકે છે. તેમના અનુસાર, બચત કર્યા પછી જ ખર્ચ કરવો જોઇએ. જેથી તમારી બચત પર તેની કોઇ જ અસર ન થાય અને એક મર્યાદા રહીને જ ખર્ચ કરશો.

વોરન બફેટ નવા નવા આવકના સ્ત્રોત શોધવા પર પણ ભાર મૂકે છે. અને તેઓ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં પોતાના મૂળ આવકના સ્ત્રોતની સાથે અન્ય સ્ત્રોત પણ કેળવવા જોઇએ.

રોકાણ માટેની નવી નવી વસ્તુઓ શીખતા રહો અને તમારી આવક કેવી રીતે વધારવી તેની તક શોધતા રહો. બફેટ પ્રમાણે 15 વર્ષની ઉંમરથી જ બચત અને રોકાણની તકો શોધતા રહો.

તમારા પગારમાંથી જરૂરી અને બિનજરૂરી ખર્ચની યાદી બનાવો. જેમાંથી બચતનો ભાગ પહેલેથી જ અલગ કરો.

Next Article