Viral Video : જાણો લારી પરથી ઇંડા ચોરવા બદલ સસ્પેન્ડ કરાયેલા કોન્સ્ટેબલનો કેટલો હતો પગાર ?

|

May 16, 2021 | 7:15 PM

વીડિયો વાયરલ થતા તરત જ પંજાબ પોલીસ ડિપોર્ટમેન્ટ દ્વારા આ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

Viral Video : જાણો લારી પરથી ઇંડા ચોરવા બદલ સસ્પેન્ડ કરાયેલા કોન્સ્ટેબલનો કેટલો હતો પગાર ?

Follow us on

સોશિયલ મીડિયામાં રોજ કેટલાક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વીડિયો જોઇને આપણને મજા આવે છે. તો અમુકને જોઇને આપણને આશ્ચર્ય થાય છે. તેવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં પંજાબ પોલીસનો એક કોન્સ્ટેબલ પાસે ઉભેલી લારી પરથી ઇંડા ચોરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા તરત જ પંજાબ પોલીસ ડિપોર્ટમેન્ટ દ્વારા આ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને લોકો ખૂબ શેયર કરી રહ્યા છે. અને અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તેવામાં હવે આ કોન્સ્ટેબલના સસ્પેન્ડ થવાના સમાચાર સામે આવ્યા છે. કેટલાક લોકો તેના સસ્પેન્શનને યોગ્ય ગણાવી રહ્યા છે. તો કેટલાક લોકો તે કોન્સ્ટેબલ માટે દુ:ખની લાગણી અનુભવી રહ્યા છે. હવે પોલીસનો પગાર અને તેમની હાલતને લઇને ચર્ચા શરૂ થઇ રહી છે. કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કોન્સ્ટેબલને ઇંડા ચોરવાની જરૂર જ શા માટે પડી. તો આવો જોઇએ કે એક પોલીસ કોન્સ્ટેબલની સેલેરી કેટલી હોય છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ગુજરાન ચલાવવામાં પડે છે મુશ્કેલી

પંજાબ પોલીસ કોન્સ્ટેબલનો માસિક પગાર  Rs. 5,910 થી 20,210 સુધીનો હોય છે સાથે તેમને પ્રતિમાસ  Rs. 1,900 નું ગ્રેડ પે મળે છે. તેવામાં લોકો પોલીસ કોન્સ્ટેબલોની હાલાતને લઇને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. શરૂઆતના તબક્કામાં પગાર સાવ ઓછો હોય છે, એટલો કે અંદાજો લગાવવો સરળ છે કે તેઓને ઘર ચલાવવામાં કેટલી મુશ્કેલી થતી હશે આથી કેટલાક લોકો આ કોન્સ્ટેબલના સસ્પેન્શનને અયોગ્ય ગણાવી રહ્યા છે.

શું હતો સમગ્ર મામલો ?

આ મામલો પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાનો છે. અહીં હેડ કોન્સ્ટેબે રસ્તા પર પોતાનાથી નજીક ઉભી રહેલી લારી પરથી 4 ઇંડાની ચોરી કરી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એસએસપી અમનીત કૌંડલ પાસે પહોંચતાની સાથે જ તેણે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો. આ સાથે હવાલદાર સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છિંદર નામની વ્યક્તિ આ વિસ્તારમાં ઇંડા સપ્લાય કરે છે. તે દરરોજની જેમ ઇંડાની સપ્લાય કરવા નીકળ્યો હતો. અને તે જ્યોતિ સ્વરૂપ ચોકમાં એક દુકાનમાં ઇંડા આપવા પહોંચ્યો હતો. પરંતુ તે દરમિયાન, ત્યાં ઉભેલા એક કોન્સ્ટેબલે લારી પરથી એક પછી એક ચાર ઇંડા ઉપાડ્યા અને પેન્ટના ખિસ્સામાં મૂકી ઓટોમાં બેસી નિકળી ગયો હતો.

 

 

Next Article