આતંકીઓ સામે ઘૂંટણિયે પડી રહેમની ભીખ માંગતી રહી ઇશરત, પણ ક્રૂર નરાધમ આતંકીઓને ન આવી દયા અને ગોળીઓથી વીંધી નાખી ઇશરતને : VIDEO

આતંકીઓ સામે ઘૂંટણિયે પડી રહેમની ભીખ માંગતી રહી ઇશરત, પણ ક્રૂર નરાધમ આતંકીઓને ન આવી દયા અને ગોળીઓથી વીંધી નાખી ઇશરતને : VIDEO

દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના જૈનાપુરા વિસ્તારમાં એક યુવતીની ગોળીઓથી વિંધાયેલી લાશ મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ બની ગયો. યુવતીને મોળી મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે. શુક્રવારે સવારે પોલીસને જૈનાપુરાના દ્રગ્ગડ પંથકમાંથી સફરજનના એક બગીચામાંથી એક યુવતીની ગોળીઓથી વિંધાયેલી લાશ મળી. યુવતીની ઓળખ પુલવામાના ડાંગરપુરાની […]

TV9 Web Desk

|

Feb 02, 2019 | 5:51 AM

દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના જૈનાપુરા વિસ્તારમાં એક યુવતીની ગોળીઓથી વિંધાયેલી લાશ મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ બની ગયો.

યુવતીને મોળી મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે. શુક્રવારે સવારે પોલીસને જૈનાપુરાના દ્રગ્ગડ પંથકમાંથી સફરજનના એક બગીચામાંથી એક યુવતીની ગોળીઓથી વિંધાયેલી લાશ મળી. યુવતીની ઓળખ પુલવામાના ડાંગરપુરાની રહેવાસી ઇશરત મુનીર તરીકે થઈ છે. 25 વર્ષીય ઇશરત અહમદ દારની પુત્રી હતી.

જુઓ વીડિયો :

આ ઘટનાનો 10 સેકંડનો એક વીડિયો આતંકીઓએ સોશિયલ મીડિયા પર ગુરુવારે મોડી રાત્રે જ વાયરલ કરી દીધો હતો કે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઘુંટણીએ બેઠેલી આ યુવતી આતંકીઓ પાસે રહેમની ભીખ માંગી રહી છે, પણ આતંકીઓએ તેને બે વખત ગોળીઓથી નિશાન બનાવી.

આ પણ વાંચો : દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો સૌથી નિકટનો આ સંબંધી પસાર થઈ રહ્યો છે મોટા આર્થિક સંકટમાંથી, નાદાર થવા માટે કરી છે અરજી !

ઠાર કરાયેલો આતંકી ઝીનત-ઉલ-ઇસ્લામ

ઠાર કરાયેલો આતંકી ઝીનત-ઉલ-ઇસ્લામ

મળતી માહિતી મુજબ આ યુવતી અલ-બદર આતંકવાદી સંગઠનના કમાન્ડર ઝીનત-ઉલ-ઇસ્લામની સંબંધી હતી. ઝીનત ઉલ ઇસ્લામને સલામતી દળોએ ગત 13 ડિસેમ્બરે દક્ષિણ કાશ્મીરના કાટપોરા કુલગમમાં તેના સાથીઓ સહિત એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે આતંકીઓ આ યુવતીને જીનતના મોત માટે જવાબદાર ગણે છે અને યુવતી પર આરોપ લગાવ્યો હતો કે તે કથિત રીતે સલામતી દળોની બાતમીદાર હતી.

આ પણ વાંચો : આજનું રાશિ ફળ : આ રાશિઓના લોકોનું આજે ચમકવાનું છે કિસ્મત, GIRL FREIND તરફથી મળશે ફાયદો, ક્યાંક તમારી તો નથી આ રાશિમાંથી કોઈ એક રાશિ ?

આઈજીપી એસપી પાની

આઈજીપી એસપી પાની

આઈજીપી એસપી પાનીએ જણાવ્યું, ‘આ એક ભયાનક અને ઘૃણાસ્પદ આતંકી ઘટના છે. પોલીસે કેસ નોંધી તપાસ શરુ કરી દીધી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આતંકીઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક આ ઘટનાને અંજામ આપ્યો અને ઘટનાનો એક વીડિયો પણ જાહેર કરી દીધો. પોલીસને આ ઘટના સાથે સંબંધિત કેટલીક કડીઓ મળી છે કે જેના આધારે આગળની તપાસ કરવામાં આવી રહી છે. અમને પૂરો વિશ્વાસ છે કે જે કોઈ પણ આ ઘટનામાં આરોપી છે, તેને કાયદા સામે ટૂંકમાં જ લાવીશું.’

[yop_poll id=978]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati