Video : વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાનજી વિશ્વના મહાન ડિપ્લોમેટ હતા

|

Jan 29, 2023 | 10:32 PM

વિશ્વના સૌથી મોટા ડિપ્લોમેટ કોણ હતા આ વાતનો ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે મહાભારત અને રામાયણના સંદર્ભને સામે રાખીને હિન્દીમાં રસપ્રદ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે સૌથી મહાન ડિપ્લોમેટ ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાનજી હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Video : વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાનજી વિશ્વના મહાન ડિપ્લોમેટ હતા
S. Jaishankar

Follow us on

વિશ્વના સૌથી મોટા ડિપ્લોમેટ કોણ હતા આ વાતનો ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે મહાભારત અને રામાયણનો સંદર્ભ ટાંકીને  રસપ્રદ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે  વિશ્વના  સૌથી મહાન ડિપ્લોમેટ ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાનજી હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે આપણને ઈતિહાસ અને ધાર્મિક ગ્રંથોમાંથી નવી દ્રષ્ટિ મળે છે. વાયરલ વીડિયોમાં વિદેશ મંત્રી  જણાવી રહ્યા  છે કે, ‘હું તમને ખૂબ જ ગંભીર જવાબ આપી રહ્યો છું. જો તમે તેને કૂટનીતિના પરિપ્રેક્ષ્યમાં જુઓ તો તે કયા પદ પર હતા, તેમને શું મિશન આપવામાં આવ્યું હતું. તેમણે તે કઈ રીતે હેન્ડલ કર્યું.

ભારતમાં દરેક સવાલોના જવાબ છે

હનુમાનજીએ તેમની ચતુરાઇનો  ઉપયોગ કર્યો અને મિશનમાં પણ આગળ વધ્યા. લંકામાં સીતાજીને મળ્યા અને લંકામાં  આગ લગાડી હતી. વિદેશ મંત્રી પુણામાં પોતાના પુસ્તક ‘ ધ ઈન્ડિયા વે’ ના મરાઠી અનુવાદ ‘ ભારત માર્ગ ‘ વિમોચન પ્રસંગે પહોંચ્યા હતા. તેમણે પત્રકારોના સવાલના જવાબ કહ્યું કે લોકો વિદેશી પુસ્તકો અને લોકોનો ઉલ્લેખ કરે છે પરંતુ ભારતમાં દરેક સવાલોના જવાબ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

હનુમાનજી દરેક જગ્યાએ કામ આવી શકે તેવા ડિપ્લોમેટ હતા

પુણેમાં જયશંકરે કહ્યું કે હનુમાનજી દરેક જગ્યાએ કામ આવી શકે તેવા ડિપ્લોમેટ હતા. હું તમને કહીશ કે હું આજે વિશ્વના 10 વ્યૂહાત્મક ખ્યાલોમાં મહાભારતમાંથી એક-એક ઉદાહરણ આપી શકું છું. જો તમે કહો કે બહુધ્રુવીય વિશ્વ છે, તો તે સમયે કુરુક્ષેત્રના ક્ષેત્રમાં શું થઈ રહ્યું હતું? તે સમયે ભારત બહુધ્રુવીય હતું. ત્યાં જુદા જુદા રાજ્યો હતા, દરેકને કહેવામાં આવ્યું હતું કે તમે તેમની સાથે છો, તમે મારી સાથે છો… બલરામ જેવા એકલા લોકો પણ તે સમયે હતા.

પાકિસ્તાનના નામે શિશુપાલનો ઉલ્લેખ

તેમણે કહ્યું કે આપણે કહીએ છીએ કે ગ્લોબલ વિશ્વ છે તો આ અવરોધો છે, અર્જુનની દ્વિધા શું હતી, તે અન્ય લોકો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો હતો. તે વિચારી રહ્યો હતો કે મારા સંબંધીઓ સામે હું કેવી રીતે લડીશ. જયશંકરે કહ્યું કે ક્યારેક આપણે કહીએ છીએ કે પાકિસ્તાને જે કર્યું તે કર્યું, ચાલો આપણે વ્યૂહાત્મક ધીરજ બતાવીએ. ભગવાન કૃષ્ણએ જે રીતે શિશુપાલને હેન્ડલ કર્યા તે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે તેને 100 વખત માફ કર્યો તેની બાદ ..

ભારતમાં છેલ્લા આઠથી નવ વર્ષોમાં ઘણો મોટો ફેરફાર જોવા મળ્યો છે

જયશંકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકો ચીનના મુદ્દે જાણી જોઈને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ચીને વર્ષ 1962માં અમારી જમીન પર કબજો જમાવ્યો હતો, પરંતુ કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે જાણે તાજેતરમાં જ આ ઘટના બની હોય . વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતમાં છેલ્લા આઠથી નવ વર્ષોમાં ઘણો મોટો ફેરફાર જોવા મળ્યો છે. ‘આત્મનિર્ભર’ બન્યા પછી દેશ અગ્રણી તાકત બનશે.

આ પણ  વાંચો : Odisha: આરોગ્ય મંત્રી નબ કિશોર દાસને ગોળી મારનાર ASIની ધરપકડ કરવામાં આવી, પોલીસ કરી રહી છે તેની પૂછપરછ

Published On - 10:22 pm, Sun, 29 January 23

Next Article