વારાણસી જ્ઞાનવાપી કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગની મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે આ કેસમાં હિંદુ પક્ષ તરફથી કાર્બન ડેટિંગની માગ કોર્ટમાં કરવામાં આવી હતી. કોર્ટે પરવાનગી આપતા કહ્યું છે કે કાર્બન ડેટિંગથી શિવલિંગને કોઈ નુકશાન થયું જોઈએ નહીં.
કાર્બન ડેટિંગ દ્વારા સાઈન્ટિફિક સર્વેની વિનંતી કરતી અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટે મોટો આદેશ આજે આપ્યો હતો. હાઈકોર્ટે આ આદેશમાં કહ્યું છે કે, ASI દ્વારા કથિત શિવલિંગ કેટલા વર્ષ જૂનું છે તેની જાણકારી મેળવી શકાશે. કોર્ટે આ આદેશ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) તરફથી રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પરથી આપ્યો છે. સુનવણી દરમિયાન કોર્ટે કહ્યું કે ASI દ્વારા કાર્બન ડેટિંગ દરમિયાન શિવલિંગને કોઈ નુકશાન થયું જોઈએ નહીં. કોઈ પણ નુકશાન વગર સાઈન્ટિફિક સર્વે પૂરો કરો.
આ પણ વાંચો : અમૃતસર બ્લાસ્ટમાં Amritpal Singhનું કનેક્શન આવ્યું સામે, 5 દિવસમાં કરાયા 3 મોટા બ્લાસ્ટ
Gyanvapi mosque matter | Allahabad High Court allows ASI (Archaeological Survey of India) to conduct carbon dating of ‘Shivling’ found in the premises, without causing any kind of damage to the structure.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 12, 2023
આ પણ વાંચો : CBSE Boardનું ધોરણ 10નું 93.12 ટકા પરિણામ જાહેર, જાણો ગત વર્ષની સરખામણીએ કેવુ આવ્યુ પરિણામ
હિંદુ પક્ષ તરફથી લક્ષ્મી દેવી અને 3 અન્ય લોકો એ સિવિલ રિવિઝન અરજી દાખલ કરી હતી. વારાણસી જિલ્લા કોર્ટે આ અરજી નામંજૂર કરી હતી. પણ આજે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર મિશ્રાની સિંગલ બેન્ચ એ આ અરજી મંજૂર કરી છે..
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:25 pm, Fri, 12 May 23