Uttarakhand Elections: પીએમ મોદી બાદ દેહરાદૂનમાં આજે રાહુલ ગાંધીની રેલી, ઉત્તરાખંડની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો

|

Dec 29, 2021 | 4:53 PM

આ રેલી 1971 માં બાંગ્લાદેશ યુદ્ધમાં પાકિસ્તાન પરની જીતના પચાસ વર્ષની ઉજવણી કરવા માટે આયોજિત કરવામાં આવી છે અને આજે રાહુલ ગાંધી રેલીમાં શહીદ સૈનિકોના પરિવારો અને યુદ્ધના નાયકોનું સન્માન કરશે.

Uttarakhand Elections: પીએમ મોદી બાદ દેહરાદૂનમાં આજે રાહુલ ગાંધીની રેલી, ઉત્તરાખંડની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો
Rahul Gandhi Rally In Dehradun

Follow us on

ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી (Uttarakhand Elections) પહેલા આજે કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) દેહરાદૂનમાં (Dehradun) વિજય રેલી કરવા જઈ રહ્યા છે અને તેને કોંગ્રેસના (Congress) ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કહેવામાં આવશે. આ રેલી 1971 માં બાંગ્લાદેશ યુદ્ધમાં પાકિસ્તાન પરની જીતના પચાસ વર્ષની ઉજવણી કરવા માટે આયોજિત કરવામાં આવી છે અને આજે રાહુલ ગાંધી રેલીમાં શહીદ સૈનિકોના પરિવારો અને યુદ્ધના નાયકોનું સન્માન કરશે.

આવતા વર્ષે ઉત્તરાખંડમાં ચૂંટણી યોજાવાની છે અને રાજ્યમાં ટૂંક સમયમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે. તેથી રાજ્યમાં બે મોટી પાર્ટીઓ રેલીઓ દ્વારા પોતાની શક્તિનો અહેસાસ કરી રહી છે. કોંગ્રેસે રાજ્યમાં તેનું રેલી અભિયાન શરૂ કર્યું. રાજ્યમાં આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રેલી છે અને આ રેલી દ્વારા રાહુલ ગાંધી રાજ્યની ભાજપ (BJP) સરકાર પર નિશાન સાધશે.

બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોદિયાલે જણાવ્યું કે, 16 ડિસેમ્બર, 1971ના રોજ ભારતે પાકિસ્તાન પર ઐતિહાસિક જીત નોંધાવીને નકશો બદલી નાખ્યો હતો. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રાજકીય નેતૃત્વમાં વિજયના રણમેદાનમાં લડી રહેલા સૈનિકોની વીરતા અને શહાદતને યાદ કરવા માટે રાહુલ ગાંધી લશ્કરી ભૂમિ ઉત્તરાખંડમાં આવીને રેલી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આજની રેલીમાં માજી સૈનિકોનું પણ સન્માન કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

પચાસ હજાર લોકો આવવાની અપેક્ષા
કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધી શહીદ સૈનિકોના પરિવારજનો અને યુદ્ધમાં ભાગ લેનાર સૈનિકોનું સન્માન કરશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોડિયાલે કહ્યું કે રાહુલ ગાંધી એક વાગ્યે પરેડ ગ્રાઉન્ડ પહોંચશે અને ત્રણ વાગ્યા સુધી રેલીમાં રહેશે. વિપક્ષના નેતા પ્રીતમ સિંહે દાવો કર્યો કે રેલીમાં પચાસ હજારથી વધુ લોકો હાજર રહેશે. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી વિધાનસભા ચૂંટણી માટે પરેડ ગ્રાઉન્ડ ખાતે રેલીની શરૂઆત કરશે અને કોંગ્રેસે તેનું નામ વિજય સન્માન રેલી રાખ્યું છે.

 

આ પણ વાંચો : તેલંગાણા અને બંગાળ પછી તમિલનાડુમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી, કેરળ, મહારાષ્ટ્રમાં નવા વેરિઅન્ટના 4-4 નવા કેસ જોવા મળ્યા

આ પણ વાંચો : VGGS2022 : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે કલકત્તામાં રોડ શો, બંગાળના રોકાણકારોને રોકાણ માટે આમંત્રણ અપાયું

Published On - 8:05 am, Thu, 16 December 21

Next Article