Uttarakhand : મુશળધાર વરસાદથી નદીઓમાં પૂર, ગંગા નદીના જળ સ્તરમાં વધારો, ઋષિકેશમાં અનેક ઘાટો ડૂબ્યા

|

Jun 19, 2021 | 4:14 PM

ઉત્તરાખંડ (Uttrakhand) માં ચોમાસાની શરૂઆત જ ભયાનક પૂર સાથે થઇ છે. જેમાં છેલ્લા ઘણા કલાકોથી ચાલતા મુશળધાર વરસાદ(Rain) ને કારણે નદીઓમાં પૂર(Flood) ની સ્થિતિ ઉદ્ભવી છે.

Uttarakhand : મુશળધાર વરસાદથી નદીઓમાં પૂર, ગંગા નદીના જળ સ્તરમાં વધારો, ઋષિકેશમાં અનેક ઘાટો ડૂબ્યા
ઉત્તરાખંડમા મુશળધાર વરસાદથી નદીઓમાં પૂર, ગંગા નદીના જળ સ્તરમાં વધારો,

Follow us on

ઉત્તરાખંડ (Uttarakhand) માં ચોમાસાની શરૂઆત જ ભયાનક પૂર સાથે થઇ છે. જેમાં છેલ્લા ઘણા કલાકોથી ચાલતા મુશળધાર વરસાદ(Rain) ને કારણે નદીઓમાં પૂર(Flood) ની સ્થિતિ ઉદ્ભવી છે. જ્યારે વરસાદી નાળામાં પણ પાણીમાં વધારો થયો છે. ઋષિકેશ અને હરિદ્વારમાં પણ ગંગા(Ganga) ના જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.

જેના કારણે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગંગા(Ganga), ગોરી, શારદા, અલકનંદા, મંદાકિની અને  નંદાકીની  નદીઓ ખતરાના નિશાનની ઉપર વહી રહી છે. બદ્રીનાથ, રૂદ્રપ્રયાગ, પિથોરાગઢ અને અલ્મોરા હાઇવે સહિતના અનેક રસ્તાઓ બંધ છે.

ઋષિકેશમાં અવિરત વરસાદ ચાલુ

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ઋષિકેશમાં અવિરત વરસાદ(Rain) ચાલુ છે. ગંગા(Ganga)ની જળ સપાટી 340.34 આરએલમીટર પર પહોંચી ગઈ છે. ગંગા નદી ભયના નિશાનથી 18 સે.મી.ની નીચે વહી રહી છે. પરમાર્થ નિકેતન સ્વર્ગાશ્રમ, ત્રિવેણી અને લક્ષ્મણ ઝુલાના લગભગ તમામ ગંગા ઘાટ ડૂબી ગયા છે. માયાકુંડ, ચંદેશ્વર નગરમાં પાણી ભરાયા છે. પરમાર્થ નિકેતન સ્વર્ગાશ્રમ કથા સ્થળ પણ ડૂબી ગયું છે.

તપોવન નગર અને મુનીકીરેતીમાં આશ્રમો અને હોટલોને ચેતવણી આપવામાં આવી છે. ટિહરી, પૌડી અને ઋષિકેશ વહીવટીતંત્રને સતત લોકોને એલર્ટ કરી રહી છે. રાયવાલાના ગૌહરી માફી, પ્રતાતનગર અને શ્યામપુરના ખદરી માફીમાં લોકોને સલામત સ્થળોએ જવાનું કહેવામાં આવી રહ્યું છે.

હરિદ્વારથી ગંગામાં 3.75  લાખ કયુસેક પાણી છોડાયું 

હરિદ્વારથી ગંગામાં 3.75  લાખ કયુસેક પાણી છોડવાને કારણે ગંગામાં પૂર આવ્યું છે.પર્વતો અને મેદાનોમાં વરસાદ(Rain) બાદ શનિવારે સવારે છ વાગ્યે હરિદ્વારથી 3.75 lakh લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં ગંગા નદીના પૂર આવ્યું છે. રાતના 2 વાગ્યાથી હરિદ્વારમાં ગંગાની જળ સપાટી વધવા માંડી હતી. બપોરે 2 વાગ્યે 2,15,698 ક્યુસેક પાણી ગંગામાં આવ્યું હતું. રાત્રે જ યુપી સિંચાઇ વિભાગે ભીમગૌડા બેરેજના તમામ દરવાજા ખોલ્યા હતા. આ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

યુપી માટે ગંગા નહેરમાં 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

આજે સવારે પાણીનું જળસ્તર સૌથી વધુ 3, 92, 104 ક્યુસેક પર પહોંચ્યું હતું. પાણી સાથે ખૂબ જ કાદવ આવી રહ્યો છે. હાલમાં હરિદ્વારમાં પાણીના સ્તરમાં વધારો થવાને કારણે કોઈ નુકસાન થયું નથી. આડશ ખુલવાના કારણે ગંગા નહેરનું પાણી બંધ થઈ ગયું છે. યુપી માટે ગંગા નહેરમાં 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

Published On - 4:12 pm, Sat, 19 June 21

Next Article