Uttar Pradesh: યોગી આદિત્યનાથને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, ભડકાઉ ભાષણ અંગેનો કેસ ચલાવવાની પરવાનગી નકારી

સુપ્રીમ કોર્ટે (Supreme Court) 2007માં ભડકાઉ ભાષણો કરવા બદલ તેમની સામે કેસ ચલાવવાની પરવાનગી નકારી દીધી હતી. રાજ્ય સરકારે મે 2017માં આ આધાર પર પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો કે ટ્રાયલમાં પુરાવા અપૂરતા હતા.

Uttar Pradesh: યોગી આદિત્યનાથને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, ભડકાઉ ભાષણ અંગેનો કેસ ચલાવવાની પરવાનગી નકારી
How much crime has decreased in UP in 5 years? CM Yogi presented the figures Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2022 | 3:04 PM

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને (Yogi Adityanath) શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 2007માં ભડકાઉ ભાષણો કરવા બદલ તેમની સામે કેસ ચલાવવાની પરવાનગી નકારી દીધી હતી. રાજ્ય સરકારે મે 2017માં આ આધાર પર પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો કે ટ્રાયલમાં પુરાવા અપૂરતા હતા. 2018માં અલ્હાબાદ હાઈકોર્ટે પણ આ વાતને યથાવત રાખી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે ગોરખપુર રમખાણોના કેસમાં તેમના કથિત ભાષણની પુન: તપાસની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ કૃષ્ણા મુરારી અને જસ્ટિસ એસી શર્માએ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે તેને જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ અને આદિત્યનાથ સામે કેસ ન ચલાવવાના રાજ્ય સરકારના નિર્ણય વચ્ચે કોઈ વિસંગતતા નથી.

યોગી આદિત્યનાથ રમખાણો માટે જવાબદાર હતા- અરજી

નવેમ્બર 2008માં દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે યોગી આદિત્યનાથ તેમના કથિત ભાષણથી ફાટી નીકળેલા રમખાણો માટે જવાબદાર હતા. આ અરજી મોહમ્મદ અસદ હયાત અને પરવેઝે દાખલ કરી હતી. રમખાણોમાં એક વ્યક્તિનું મોત થયું હતું. હયાત સાક્ષી હતો અને પરવેઝે કેસના સંબંધમાં એફઆઈઆર નોંધાવી હતી.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

અલ્હાબાદ હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો

અલ્હાબાદ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો જેણે આદિત્યનાથ અને અન્યને કેસમાં કાર્યવાહીનો સામનો કરવાથી રાહત આપી હતી. 27 જાન્યુઆરી, 2007ના રોજ, બે સમુદાયના સભ્યો વચ્ચેના સંઘર્ષ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. યોગી આદિત્યનાથ તે સમયે ગોરખપુરના સાંસદ હતા અને તેમના પર કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ હતો. હાઈકોર્ટની દરમિયાનગીરી બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી.

સીએમ યોગી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરનાર વ્યક્તિ રેપ કેસમાં સજા કાપી રહ્યો છે

2017ના ગોરખપુર રમખાણો પછી, ઉત્તર પ્રદેશ પોલીસે તેની ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો હતો કે આરોપીઓ સાંપ્રદાયિક નફરત ફેલાવવામાં સામેલ હતા. 65 વર્ષીય પરવેઝે સીએમ યોગી આદિત્યનાથ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેને 2018ના ગેંગ રેપ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ગોરખપુરની ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે તેને અન્ય સહઆરોપી સાથે આજીવન કેદની સજા ફટકારી હતી.

Latest News Updates

વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
g clip-path="url(#clip0_868_265)">