દિલ્હીમાં ભડકી ઉઠેલી હિંસાને જોતા યોગી સરકારે પણ રાજ્યમાં હાઈ એલર્ટ જારી કર્યુ છે. યૂપી સરકારે અગાઉથી જ સાવધાની રાખી રામપુર, અલીગઢ, બિજનૌર, મુઝફ્ફરનગર સહિતના જિલ્લાઓમાં વરિષ્ઠ અધિકારીઓને કેમ્પ માટે મોકલ્યા છે. દિલ્હીની પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી આ અધિકારીઓ કેમ્પ કરશે. ખાસ કરી પશ્ચિમ યૂપીમાં વધારે સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઝોન | અધિકારીનું નામ | ક્યાં મોકલાયા? |
ADG ઝોન બરેલી | અવિનાશ ચંદ્ર | મુરાદાબાદ |
ADG ઝોન આગરા | અજય આનંદ | અલીગઢ |
ADG PAC | રામકુમાર | રામપુર |
કેન્દ્રીય પ્રતિનિયુક્તિથી આવેલા | જ્યોતિ નારાયણ | બુલંદશહર & હાપુડ |
IG મુરાદાબાદ | રમિત શર્મા | સંભલ |
IG રેલવે | વિજય પ્રકાશ | ફિરોઝાબાદ |
IG PTS મેરઠ | લક્ષ્મી સિંહ | મુઝફ્ફરનગર |
DIG AIT | રવિન્દ્ર ગૌડ | બિજનૌર |
થોડા દિવસોથી દિલ્હીમાં નાગરિકતા સુધારા કાયદાને (CAA) લઈને તેના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે અથડામણો ચાલી રહી છે. તેને ધીરે ધીરે હિંસાત્મક તોફાનોનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિલ્હીના ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં ખુબ જ હિંસા ભડકી ઉઠી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 28 લોકો પોતાનું જીવન ગુમાવી ચૂક્યા છે. જેમાં દિલ્હી પોલીસના એક હેડ કોન્સ્ટેબલ અને એક IB ઓફિસરનો પણ સમાવેશ થાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]