UP Panchayat Election: બેકાબૂ કોરોનામાં બેફીકર મતદારો, કોવિડ પ્રોટોકોલનું ઠેર ઠેર ઉલંઘન

|

Apr 15, 2021 | 4:17 PM

કોરોનાના કહેર વચ્ચે ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણી અંતર્ગત આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક સરકાર બનાવવા માટે પૂર્વથી પશ્ચિમ તરફના મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે,

UP Panchayat Election: બેકાબૂ કોરોનામાં બેફીકર મતદારો, કોવિડ પ્રોટોકોલનું ઠેર ઠેર ઉલંઘન
UP Panchayat Election

Follow us on

કોરોનાના કહેર વચ્ચે ઉત્તર પ્રદેશમાં ત્રિ-સ્તરની પંચાયતની ચૂંટણી અંતર્ગત આજે શરૂઆતના મતદાનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. સવારે 7 વાગ્યાથી ઉત્તર પ્રદેશના 18 જિલ્લાઓમાં પંચાયતની ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક સરકાર બનાવવા માટે પૂર્વથી પશ્ચિમ તરફના મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહમાં જીવલેણ સાબિત થઈ રહેલા કોરોના વાયરસનો ભય પણ નાશ પામ્યો હોય એવું લાગી રહ્યું છે.

હોસ્પિટલો અને વેન્ટિલેટરવાળામાં ભીડ, બેડ ના મળવા અને સ્મશાનનાં મેદાનો પરની લાંબી વેઇટિંગ સૂચિથી પણ લોકોને ફરક નથી પડી રહ્યો. એવું આ ઉત્તર પ્રદેશનું દ્રશ્ય જોઇને લાગે છે. મત આપવાની ;લાઈનમાં એવી રીતે લોકો ઉભા છે જાણે કોરોના પહેલાના સમયગાળાની કોઈ ઘટના હોય.

બેલેટ પેપર સામે ઉમેદવારના પ્રતીકને સીલ કરવાની ઉતાવળમાં લોકો એકબીજા પર તૂટી પડ્યા છે. લાંબી કતારોમાં ન તો સામાજિક અંતર છે, ન તો નાક અને મોં પર માસ્ક કે ના હાથને સ્વચ્છ બનાવવાની ચિંતા. ઘણા મતદારોના ચહેરા પરથી માસ્ક પણ ગાયબ છે. ગાઝિયાબાદ, પ્રયાગરાજ, મહોબા, હરદોઈ, ગોરખપુર, સંતકબીરનગર સહિતના વિવિધ જિલ્લાઓમાંથી આવતા ચિત્રો જિલ્લા વહીવટી તંત્રના દાવાની પોલ ખોલી રહ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તમે જ્યાં જુઓ ત્યાં, સમાન પરિસ્થિતિઓ છે. આ દરમિયાન ઘણા જીલ્લાઓના ગ્રામીણ કેન્દ્રો પર ગ્રામીણ વોટરોએ લિસ્ટમાંથી પોતાનું નામ ઘૂમ થયાની ફરિયાદો કરી છે. અને આ કારણે તેઓ પ્રદર્શન અને હંગામા પર ઉતરી આવ્યા છે. આ અફરાતફરીમાં પ્રોટોકોલનો પામ મજાક ઉડતો હતો.

હરદોઈથી સમાચાર આવ્યા કે ત્યાં મતદાન દરમિયાન કોરોના પ્રોટોકોલનું બિલકુલ સન્માન કરવામાં આવી રહ્યું નથી. મતદારોએ સામાજિક અંતર પણ રાખ્યું નથી. બીજી તરફ, પ્રયાગરાજના મોટાભાગના મતદાન મથકો પર પણ સામાજિક અંતરના નિયમનો મજાક ઉડ્યો. સેનિટાઇઝર અને માસ્કનો ઉપયોગ ફક્ત એક-બે જગ્યા પર જ દેખાય છે. ઘણા બૂથો પર બહાર બેઠેલા સુરક્ષા કર્મીઓએ માસ્ક વિના મતદારોને પરત મોકલી રહ્યા હતા. વહીવટી અધિકારીઓ સતત લોકોને કોરોના નિયમોનું પાલન કરવા અપીલ કરે છે, પરંતુ કોઈ તેમની વાત સાંભળતું નથી.

જૈનપુરના અનેક મતદાન મથકોથી સામાજિક અંતરના ઉલંઘનના સમાચાર પણ મળી રહ્યા છે. બદલાપુરમાં કમલપુર મતદાન મથક પર કોવિડ પ્રોટોકોલને અનુસરીને હોબાળો થયો હતો. અયોધ્યા, આગ્રા, ગોરખપુર સહિતના તમામ જિલ્લાઓમાંથી આવી બેદરકારીના અહેવાલો અને તસવીરો સામે આવી છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો ચિંતિત છે કે મતદાનના પ્રથમ તબક્કા પછી અનિયંત્રિત કોરોના વિકરાળ રૂપ લઇ લેશ.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ UP ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. અને હવે પ્રજા પણ ચૂંટણી સમયમાં ગાઈડલાઈન્સનું પાલન નથી કરી રહી.

 

આ પણ વાંચો: મહાકુંભ પર રામગોપાલ વર્માએ કહ્યું, ‘કર્મ ધોવા માટે ડૂબકી લગાવી રહ્યા છે, અને આશીર્વાદમાં કોરોના લાવી રહ્યા છે

Next Article