મહાકુંભ પર રામગોપાલ વર્માએ કહ્યું, ‘કર્મ ધોવા માટે ડૂબકી લગાવી રહ્યા છે, અને આશીર્વાદમાં કોરોના લાવી રહ્યા છે’

કુંભમેળા દરમિયાન છેલ્લાં પાંચ દિવસમાં આશરે 1,300 લોકો કોરોના વાયરસનો શિકાર બન્યા છે. મહા કુંભ પર રામ ગોપાલ વર્માએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

મહાકુંભ પર રામગોપાલ વર્માએ કહ્યું, 'કર્મ ધોવા માટે ડૂબકી લગાવી રહ્યા છે, અને આશીર્વાદમાં કોરોના લાવી રહ્યા છે'
Ram Gopal Varma

દરેક પસાર થતા દિવસ સાથે કોરોના વાયરસ ભયંકર સ્વરૂપ લઈ રહ્યો છે. દેશમાં દરરોજ લાખો લોકો આ વાયરસનો શિકાર બની રહ્યા છે અને હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ દરમિયાન દેશમાં ચૂંટણીનું વાતાવરણ પણ એક તરફ સંપૂર્ણ રીતે ગરમ છે અને બીજી તરફ કુંભના મેળામાં હજારો લોકો સ્નાન કરવા પહોંચ્યા છે. આ દિવસોમાં, ભીડને કારણે, કોરોના માર્ગદર્શિકાઓનું પણ ઉલ્લંઘન થાય છે.

તાજેતરમાં જ એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે કુંભમેળા દરમિયાન છેલ્લાં પાંચ દિવસમાં આશરે 1,300 લોકો કોરોના વાયરસનો શિકાર બન્યા છે. તે જ સમયે હરિદ્વારમાં 14 દિવસમાં 3885 કોવિડ કેસ નોંધાયા છે. કુંભ મેળા પર ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્માએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને શ્રદ્ધાળુઓ પર ભારે કટાક્ષ કર્યો છે.

કુંભમેળા વિશે રામ ગોપાલ વર્મા પહેલા પણ એક ટ્વીટ કરી ચૂક્યા છે જેમાં તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અને જેને લઈને ખુબ ચર્ચાઓ ચાલી હતી. હવે ફરી એકવાર ડિરેક્ટરે કુંભ મેળાને લઈને પોતાનો ગુસ્સો ટ્વિટ કર્યો છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘લાખો લોકો કુંભમેળામાં પોતાના કર્મ ધોવા માટે ડૂબકી લગાવી રહ્યા છે. અને કોરોનાના આશીર્વાદ પણ લઈ રહ્યા છે અને તે પછી તે લોકો બાકીના લોકોને પણ કોવિડની આ ગિફ્ટ આપી રહ્યા છે. જ્યારે આ લોકો મરી જશે, ત્યારે દરેકને ડબલ કર્મ મળશે’.

https://twitter.com/RGVzoomin/status/1382278731901726720

દિગ્દર્શકે પોતાની આગામી ટવીટમાં લખ્યું કે, ’17 લાખ મુંબઇકરોએ કોવિડની રસી લેવામાં 6 અઠવાડિયાનો સમય લીધો હતો. તે જ સમયે, 35 લાખ લોકોએ મહાકુંભમાં માત્ર એક જ દિવસમાં ડૂબકી મારી. આ બતાવે છે કે લોકો આ જીવનની તુલનામાં તેમના આગલા જીવનની વધુ ચિંતા કરે છે’. આ ઉપરાંત રામ ગોપાલ વર્માએ કુંભ મેળાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં હજારો લોકો નજરે પડે છે. રામગોપાલ વર્માએ આ વીડિયો શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

https://twitter.com/RGVzoomin/status/1382582852475232257

આ પણ વાંચો: પોતાના અને સની દેઓલ વચ્ચેના સંબંધોને લઈને સાવકી મા હેમા માલિનીએ કર્યો ખુલાસો, કહી આ મોટી વાત

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ‘લોકડાઉન’ પહેલા જ ફ્લાઈટ પકડીને ક્યાં રવાના થઇ ગયા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ?

  • Follow us on Facebook

Published On - 3:34 pm, Thu, 15 April 21

Click on your DTH Provider to Add TV9 Gujarati