ATS Commando Center In Deoband Uttar Pradesh : યોગી સરકારે ઇસ્લામિક મદ્રેસા વાળા દેવબંદમાં દારુલ ઉલૂમ દેવબંદ ATS કમાન્ડો સેન્ટર સ્થાપવાનો નિર્ણય કર્યો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કહે છે કે દેવબંધ એટીએસ માટે “વ્યૂહાત્મક મહત્વ” નું સ્થળ છે.
યુપી એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુપી સરકાર એ ટી એસ અને એસ ટી એફને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે જરૂરી ભંડોળ પણ ફાળવવામાં આવી રહ્યું છે.
પ્રશાંત કુમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેવબંધ દરેક બાબતમાં વ્યૂહાત્મક મહત્વનું સ્થળ છે. એટીએસની હાજરી બાદ કોઈ પણ દેવબંદમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે નહીં.
તેમણે કહ્યું કે કોઈને પણ ચીડવવા અને હેરાન કરવા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે મેરઠ, ભારત-નેપાળ સરહદ, બહરાઈચ, શ્રાવસ્તી, આગામી જેવર એરપોર્ટ, સહારનપુરમાં દેવબંદ અને અન્ય સ્થળોએ એટીએસ દ્વારા જમીન ઓળખી અને હસ્તગત કરવામાં આવી છે.
ઓપરેશનની દ્રષ્ટિએ દેવબંધ સંવેદનશીલ એડીજીએ કહ્યું કે આતંકવાદી ઓપરેશનની દ્રષ્ટિએ દેવબંદ ખૂબ સંવેદનશીલ છે. દેવબંદ ઉત્તરાંચલ અને હરિયાણા બોર્ડર પર આવેલું છે. રાજ્યના પશ્ચિમ વિસ્તારોમાં એટીએસની હાજરી અને કાર્યક્ષમતા વધારવા માટે દેવબંદ ખૂબ મહત્વનું સ્થળ છે.
આ સાથે જ ATS ના IG GK ગોસ્વામીએ કહ્યું કે દેવબંદમાં ATS કમાન્ડો સેન્ટર હશે, જેમાં કમાન્ડો તૈનાત રહેશે.
યુપીના ડીજીપી મુકુલ ગોયલનું કહેવું છે કે તેઓ પશ્ચિમ યુપીમાં એટીએસની હાજરી પર વિચાર કરી રહ્યા હતા. વાસ્તવમાં આ વિસ્તાર લખનૌથી ઘણું દૂર છે. ડીજીપીએ કહ્યું કે કમાન્ડો સેન્ટર માટે જમીન ઉપલબ્ધ હતી, તેથી જ આ માટે દેવબંધની પસંદગી કરવામાં આવી છે.
આ સાથે, યુપી ભાજપના સચિવ સંજય રાયે તેને સરકારનો સ્વપ્નદ્રષ્ટા નિર્ણય અને તાલિબાનની બર્બરતાને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો.
તાલિબાનની ક્રૂરતા વચ્ચે મોટો નિર્ણય CM યોગી આદિત્યનાથના મીડિયા સલાહકાર શલભ મણિ ત્રિપાઠીએ સરકારના આ નિર્ણયને અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાન (Taliban) ના ખસી જવા સાથે જોડીને એક ટ્વીટ કર્યું હતું.
તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘તાલિબાનની બર્બરતા વચ્ચે, અહીં યુપી તરફથી એક સમાચાર છે … યોગીજીએ દેવબંદમાં કમાન્ડો તાલીમ કેન્દ્ર ખોલવાનો નિર્ણય કર્યો છે. રાજ્યભરમાંથી પસંદ કરાયેલા અડધો ડઝનથી વધુ એટીએસ અધિકારીઓ ત્યાં તૈનાત રહેશે. આ નિર્ણય આતંકવાદીઓને આશ્રય આપનારાઓને પીડા આપનાર છે.
देवबंद (उत्तर प्रदेश) में खुलेगा आतंक रोधी दल (ATS) कमांडों केंद्र। सुरक्षा के क्षेत्र में महत्वपूर्ण निर्णय लेने के लिए @myogiadityanath का आभार। pic.twitter.com/P5t3pMJ93k
— Shivprakash (@shivprakashbjp) August 17, 2021
અધિકારીઓએ જણાવ્યું કે એટીએસ કમાન્ડો સેન્ટર માટે દેવબંદમાં લગભગ 2,000 ચોરસ મીટર જમીન સંપાદિત કરવામાં આવી છે. લખનૌ અને નોઈડા બાદ કમાન્ડો સેન્ટર માટે દેવબંદની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat : કોરોનાના વળતા પાણી, વૅક્સીનના બંને ડોઝ લેનારાની સંખ્યા 1 કરોડને પાર
આ પણ વાંચો: Viral Video : છોકરીઓએ સ્ટેજ પર ઉભેલા વરરાજાને કર્યા પરેશાન, વીડિયો જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો !