ભાજપના દક્ષિણ ભારતની રાજનીતિના ‘ચાણક્ય’ સમાન અનંત કુમારના જીવનની કેટલીક અજાણી વાતો…

|

Nov 28, 2018 | 5:11 AM

રાજનીતિમાં ઘણાં ઓછા નેતા હોય છે જે કેન્દ્રમાં કોઇ પણ સરકાર સત્તા પર હોય પરંતુ તેમનું મહત્વ એટલું જ બની રહે છે. અનંત કુમાર એ કક્ષાના નેતાઓમાં સ્થાન ધરાવતા હતા. તેઓ ક્યારેય પણ પોતાના નેતૃત્વથી અલગ ચાલ્યા નથી. 59 વર્ષની ઉંમરે અનંત કુમારનું ફેફસાંના કેન્સરથી અવસાન થયું છે. દક્ષિણ ભારતની રાજનીતિમાં ભાજપને એક અલગ સ્થાન […]

ભાજપના દક્ષિણ ભારતની રાજનીતિના ચાણક્ય સમાન અનંત કુમારના જીવનની કેટલીક અજાણી વાતો...

Follow us on

રાજનીતિમાં ઘણાં ઓછા નેતા હોય છે જે કેન્દ્રમાં કોઇ પણ સરકાર સત્તા પર હોય પરંતુ તેમનું મહત્વ એટલું જ બની રહે છે. અનંત કુમાર એ કક્ષાના નેતાઓમાં સ્થાન ધરાવતા હતા. તેઓ ક્યારેય પણ પોતાના નેતૃત્વથી અલગ ચાલ્યા નથી.

59 વર્ષની ઉંમરે અનંત કુમારનું ફેફસાંના કેન્સરથી અવસાન થયું છે. દક્ષિણ ભારતની રાજનીતિમાં ભાજપને એક અલગ સ્થાન અપાવવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.

અનંત કુમારના જીવનની કેટલીક નોંધનીય વાતો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

1. જ્યારે 2004માં અટલ બિહારી વાજપેયીની સરકાર બની ત્યારે તેમણે સૌથી નાની ઉંમરે, માત્ર 39 વર્ષની ઉંમરે મંત્રી પદ સંભાળ્યું હતું. વાજેપયીની સરકારમાં તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો.

2. અનંત કુમાર ન માત્ર વાજપેયી પરંતુ અડવાણીથી લઇ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ સૌથી નજીકના વ્યક્તિઓમાં સ્થાન ધરાવે છે. ભાગ્યેજ આ પ્રકારના નેતા જોવા મળે છે.

3. અનંત કુમાર પહેલી એવી વ્યક્તિ હતી, જેમણે UN (સંયુક્ત રાષ્ટ્ર)માં પોતાની વ્યક્તિગત ભાષા કન્નડમાં ભાષણ આપ્યું હતું.

4. લોકસભા સાંસદ તરીકે બેંગ્લુરૂ માંથી 6 વખત ચૂંટાઇને આવ્યા છે. (1996, 1998 1999 2004, 2009 અને 2014માં છઠ્ઠી વખત લોકસભા સભ્ય તરીકે ચૂંટાયા)

5. નાનપણથી જ અનંત કુમાર પર દેશ સેવાનો પ્રભાવ હતો. તેમણે RSS અને ABVP બંને સાથે જોડાયા હતા. ABVPમાં તેઓ પ્રદેશ સચિવ અને રાષ્ટ્રીય સચિવ રહ્યા છે.

6. જ્યારે દેશમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી ત્યારે અનંત કુમારે 30 દિવસ સુધી જેલમાં રહેવું પડ઼્યું હતું.

7. 1987માં અનંત કુમારે ભાજપમાં પ્રવેશ મેળવ્યો, જે પછી 1996માં રાષ્ટ્રીય સચિવનું પદ સંભાળ્યું

8. 2014ની ચૂંટણીમાં અનંત કુમાર કોંગ્રેસના નેતા અને ઇન્ફોસીસના ભૂતપૂર્વ ચેરમેન નંદન નિલકણેને હરાવીને સાંસદ બન્યા હતા.

9. અનંત કુમાર પોતાની પત્ની ડૉ. તેજસ્વિની સાથે ‘અદમ્ય ચેતના’ નામનું એનજીઓ શરૂ કર્યું છે. જે દરરોજ 2 લાખથી પણ વધુ લોકોને મિડ-ડે મીલ પૂરું પાડે છે.

10. કુમાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ બી.એસ યેદિયુરપ્પા સહિત તે ગણતરીના નેતાઓમાં સામેલ છે જેમને કર્ણાટકના વિકાસનો શ્રેય આપવામાં આવે છે.

Published On - 1:52 pm, Mon, 12 November 18

Next Article