કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ (G Kishan Reddy) તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના (K Chandrashekhar Rao) નિવેદનની આકરી નિંદા કરી છે જેમાં તેમણે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક (surgical strike) પર સવાલ ઉઠાવ્યા છે. તેલંગાણાના મુખ્યપ્રધાન કેસીઆરની ટીકા કરતા તેમણે કહ્યું કે હું તેલંગાણાના મુખ્યમંત્રીના ભારતીય સેના વિરુદ્ધના બેજવાબદાર નિવેદનની સખત નિંદા કરું છું. તેમણે કહ્યું, તેમનું નિવેદન પુલવામા હુમલાની વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ આવ્યું છે. જે અસંવેદનશીલતા, બેજવાબદારી અને અજ્ઞાનતા દર્શાવે છે. તેમણે કહ્યું, આ એક મુખ્યમંત્રીની અસમર્થતા દર્શાવે છે.
વાસ્તવમાં સીએમ ચંદ્રશેખર રાવે ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતા. આ મુદ્દે રાહુલ ગાંધીનું સમર્થન કરતાં તેમણે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક પર રાહુલ ગાંધી પાસે પુરાવા માંગવામાં ખોટું નથી. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ જે પુરાવા માંગ્યા છે તે ખોટા નથી. સીએમએ એમ પણ કહ્યું કે ભાજપ હંમેશા ખોટો પ્રચાર કરે છે. એક પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે હું પણ પુરાવા માંગી રહ્યો છું. રાહુલ ગાંધીએ જે પૂછ્યું છે તેમાં કંઈ ખોટું નથી. હું ભારત સરકારને પણ તે જ પૂછું છું.
I strongly condemn the irresponsible statement of Telangana CM, against Indian armed forces. The fact that this came in on the eve of anniversary of Pulwama attack shows the insensitivity, irresponsibility, ignorance&that’s unbecoming of a CM: Union Min G Kishan Reddy
(File pic) pic.twitter.com/7qNPXxJ2nN
— ANI (@ANI) February 14, 2022
આ પહેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ તેમના નિવેદન પર પલટવાર કર્યો હતો અને કહ્યું હતું કે તેલંગાણાના સીએમનો ગુસ્સો અને ગભરાટ દેખાઈ આવે છે, હુઝુરાબાદમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ હુઝુરની વાત બગડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તેઓ હવે એક ચૂંટણી હારી ચૂક્યા છે અને ત્યાર બાદ આ હાલત છે, તેલંગાણામાં KCR અને TRSનું મેદાન સરકતું દેખાઈ રહ્યું છે. યુપી ચૂંટણી સમયે સર્જિકલ સ્ટ્રાઈકને બધા યાદ કરી રહ્યા છે. કોંગ્રેસ અને ટીઆરએસના શબ્દો પાકિસ્તાનના શબ્દો જેવા લાગે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ