Kerala: યુવક 2 દિવસથી પહાડી પર ફસાયેલો હતો, ભારતીય સેનાએ તેને સુરક્ષિત બચાવ્યો
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, યુવકે તેના બે સાથીઓ સાથે ચેરાડ ટેકરી પર ચઢવાની યોજના બનાવી હતી, પરંતુ તેના બંને સાથી અડધા રસ્તેથી પાછા આવી ગયા હતા.
ભારતીય સેનાની (Indian Army) બહાદુર અને બચાવ-સંબંધિત (Rescue Operation) કામગીરીમાં બીજી એક કડી ઉમેરાઈ જ્યારે સેનાની બચાવ ટુકડીઓએ યોગ્ય આયોજન અને વ્યૂહરચના સાથે એક યુવાનને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને સલામત રીતે બહાર કાઢવાનું પરાક્રમ કરી બતાવ્યું. સેનાની બચાવ ટુકડીઓએ કેરળના પલક્કડ જિલ્લાના મલમપુઝામાં એક ટેકરી પર ખડકો વચ્ચે લગભગ બે દિવસથી ફસાયેલા યુવકને બચાવ્યો હતો.
ઓપરેશન શરૂ કરતા પહેલા સેનાના જવાનોએ બાબુ નામના યુવકને પહાડી પરથી સુરક્ષિત રીતે બહાર કાઢતા પહેલા તેને ખોરાક અને પાણી પૂરું પાડ્યું હતું. ટેલિવિઝન ચેનલ પર પ્રસારિત તસ્વીરોમાં જોઈ શકાય છે કે સેનાના જવાનો યુવાનને પહાડી પરથી નીચે ઉતરવામાં મદદ કરી રહ્યા છે. સેનાની આ વિશેષ ટીમો આવા બચાવ કાર્યમાં નિષ્ણાત છે અને તેઓ મંગળવારે રાત્રે બેંગલુરુથી અહીં આવી પહોંચ્યા હતા. તસવીરોમાં જોઈ શકાય છે કે યુવકને બચાવકર્મીએ પોતાની સાથે બાંધી રાખ્યો હતો અને તેને સાંત્વના આપવા માટે રેસ્ક્યૂ ટીમ ધીમે-ધીમે નીચે ઉતરી હતી.
#WATCH | Babu, the youth trapped in a steep gorge in Malampuzha mountains in Palakkad Kerala extends his thanks to the Indian Army after being rescued. Teams of the Indian Army had undertaken the rescue operation.
(Video source: Indian Army) pic.twitter.com/VzFq6zSaY6
— ANI (@ANI) February 9, 2022
બુધવારે સવારે 10.08 કલાકે સૈન્યના જવાનોએ યુવકને બચાવી લીધો હતો અને આ સાથે જ મોટાપાયે બચાવ અભિયાનનો અંત આવ્યો હતો. રાજ્યમાં આ પ્રકારનું પ્રથમ રેસ્ક્યુ ઓપરેશન હતું, જેમાં સ્થાનિક સંસ્થાઓ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, કોસ્ટ ગાર્ડ અને એર ફોર્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બાબુ સોમવારથી પહાડી પરના ખડકો વચ્ચે ફસાયેલો હતો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર યુવકે તેના બે સાથીઓ સાથે સોમવારે ચેરાડ ટેકરી પર ચઢવાની યોજના બનાવી હતી, પરંતુ તેના બંને સાથી અડધા રસ્તેથી પાછા આવી ગયા હતા. આમ છતાં બાબુએ ચઢવાનું ચાલુ રાખ્યું અને ત્યાં પહોંચતા જ તેનો પગ લપસી ગયો અને તે ખડકોની વચ્ચે ફસાઈ ગયો.
Worries have been put to rest as the young man trapped in the Cherad hill in #Malampuzha has been rescued. The treatment & care needed to regain his health will be provided now. Thanks to the soldiers who led the rescue operation and everyone who provided timely support. pic.twitter.com/yLaR6Si4AU
— CMO Kerala (@CMOKerala) February 9, 2022
મુખ્યમંત્રી કાર્યાલય (CMO)એ યુવાનને સુરક્ષિત રીતે બચાવવા બદલ સેનાનો આભાર માન્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને કહ્યું કે માલમપુઝાના ચેરાડ પહાડીમાં ફસાયેલા યુવાનને બચાવી લેવામાં આવ્યો છે. બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહેલા સૈનિકો અને સમયસર સહાય પૂરી પાડનાર તમામનો આભાર.