બિહાર, પશ્ચિમ બંગાળ સહિત આ 5 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ શું છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી Mansukh Mandaviyaની આજે મહત્વની બેઠક

|

Jan 29, 2022 | 9:50 AM

બેઠકમાં આ રાજ્યોની કોરોના વાયરસ (Corona virus)ની સ્થિતિ ઉપરાંત, જાહેર આરોગ્યની સજ્જતા અને ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)ના સંદર્ભમાં લેવામાં આવતા પગલાંની પણ સમીક્ષા કરવામાં આવશે.

બિહાર, પશ્ચિમ બંગાળ સહિત આ 5 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ શું છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી Mansukh Mandaviyaની આજે મહત્વની બેઠક
Union health minister Mansukh Mandaviya

Follow us on

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) આજે કોરોના વાયરસ (Covid-19)ની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા પાંચ રાજ્યો બિહાર, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. વર્ચ્યુઅલ રીતે યોજાનારી આ બેઠક બપોરે 3 વાગ્યે શરૂ થશે. બેઠકમાં આ રાજ્યોની કોરોના વાયરસ (Corona virus)ની સ્થિતિ ઉપરાંત, જાહેર આરોગ્યની સજ્જતા અને ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)ના સંદર્ભમાં લેવામાં આવતા પગલાંની પણ સમીક્ષા કરવામાં આવશે. અગાઉ મનસુખ માંડવિયાએ દક્ષિણના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે સમયસર કોવિડ ટેસ્ટ અને રસીકરણ ડેટા શેર કરવાની સલાહ આપી.

તેમણે કોવિડ-19 ટેસ્ટ (Covid-19)માં ઘટાડો જોતા રાજ્યોને આરટી-પીસીઆર દ્વારા તેને વધારવા માટે કહ્યું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ સમયે મોટી સંખ્યામાં લોકોને ઘરમાં ક્વોરેન્ટાઈન (Quarantine) કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની દેખરેખ રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર થવી જોઈએ. આવા દર્દીઓને સમયસર આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે ફોન કન્સલ્ટેશન સિસ્ટમનો વિસ્તાર કરો. તેમણે કહ્યું કે આ વ્યવસ્થા ગેમ ચેન્જર સાબિત થશે. માંડવિયાએ જણાવ્યું હતું કે અમારા ભૂતકાળના અનુભવ સાથે, ‘ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને COVID યોગ્ય પ્રેક્ટિસનું પાલન’ તેમજ કેસોની દેખરેખ કોવિડ મેનેજમેન્ટ માટે મહત્વપૂર્ણ છે.

માત્ર 19 દિવસમાં 1 કરોડથી વધુ રસીના પ્રીકૉશન ડોઝ લગાવવામાં આવ્યા

મનસુખ માંડવિયાએ શુક્રવારે કહ્યું કે, ભારતમાં માત્ર 19 દિવસમાં કોરોના રસીના 1 કરોડથી વધુ પ્રીકૉશન ના ડોઝ આપવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે 95 ટકા પાત્ર પુખ્ત વયના લોકોને કોવિડ-19 વિરોધી રસીઓનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 74 ટકા લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. કોવિડ-19 વિરોધી રસીના 49,69,805 ડોઝ આપવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં આ રસીનો ડોઝ 164.35 કરોડને વટાવી ગયો છે. અત્યાર સુધીમાં, દેશમાં અન્ય ગંભીર રોગોથી પીડાતા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને એન્ટી-કોવિડ રસીના 1,03,04,847 સાવચેતી ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ અભિયાન 3 જાન્યુઆરીથી શરૂ થયું હતું

મંત્રાલયનું કહેવું છે કે, 15-18 વર્ષની વયના 44,28,1254 કિશોરોને કોવિડ-19 (Covid-19) વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ દેશને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે ભારતે તેની લાયક વસ્તીના 95 ટકાથી વધુ લોકોને કોવિડ-19નો પ્રથમ ડોઝ આપવાનો રેકોર્ડ હાંસલ કર્યો છે.

તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આરોગ્ય કર્મચારીઓની સખત મહેનત અને જનભાગીદારીના કારણે દેશ આ અભિયાનમાં સતત આગળ વધી રહ્યો છે. ગયા વર્ષે 16 જાન્યુઆરીએ દેશમાં આરોગ્ય કર્મચારીઓને રસીની રજૂઆત સાથે રસીકરણ શરૂ થયું હતું. આ ઉપરાંત આ વર્ષે 3 જાન્યુઆરીએ 15-18 વર્ષના કિશોરોને રસી આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: હાલમાં NeoCov વાયરસ મનુષ્યમાં ફેલાવાનું જોખમ નહીં, પરંતુ સાવચેત રહેવાની જરૂર, જાણો શું કહી રહ્યા છે વૈજ્ઞાનિકો?

Next Article