કેન્દ્રએ પીએમ શ્રી યોજનાને આપી મંજૂરી, NEP હેઠળ 14,500 સ્કુલ થશે અપગ્રેડ

|

Sep 07, 2022 | 4:25 PM

એક નવું મોડલ બનાવવા માટે પ્રાઈમ મિનિસ્ટર્સ સ્કૂલ ફોર રાઈઝિંગ ઈન્ડિયાને આજે તેને મોડલ સ્કૂલ પર વિકસાવવાની મંજૂરી મળી ગઈ છે. 27,360 કરોડથી 14,597 શાળાની ગુણવત્તા વધારવા માટે NEP પ્લે સ્કૂલ સુધીની વ્યવસ્થા કરશે.

કેન્દ્રએ પીએમ શ્રી યોજનાને આપી મંજૂરી, NEP હેઠળ 14,500 સ્કુલ થશે અપગ્રેડ
Anurag Thakur
Image Credit source: ANI

Follow us on

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે કેન્દ્ર સરકારના મહત્વના નિર્ણયોની જાણકારી આપી છે. અનુરાગ ઠાકુરે કહ્યું છે કે શિક્ષણને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટે આજે PM શ્રી યોજના માટે મંજૂરી આપી છે. માહિતી આપતા ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ નવી પેઢી NEPની નીતિ તૈયાર કરશે. એક નવું મોડલ બનાવવા માટે પ્રાઈમ મિનિસ્ટર્સ સ્કૂલ ફોર રાઈઝિંગ ઈન્ડિયાને આજે તેને મોડલ સ્કૂલ પર વિકસાવવાની મંજૂરી મળી ગઈ છે. 27,360 કરોડથી 14,597 શાળાની ગુણવત્તા વધારવા માટે NEP પ્લે સ્કૂલ સુધીની વ્યવસ્થા કરશે.

 

ઉલ્લેખનીય છે કે આ પહેલા શિક્ષક દિવસના રોજ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લખ્યુ હતુ કે PM SHRIએ સ્કૂલોમાં શિક્ષણ આપવાની આધુનિક, પરિવર્તનકારી અને સારી પ્રક્રિયા હશે. તેમાં નવી ટેકનીક, સ્માર્ટ કલાસરુમ, રમત અને બીજા ઘણી વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવશે.

  1. એક નવું મોડલ બનાવવા માટે પ્રાઈમ મિનિસ્ટર્સ સ્કૂલ ફોર રાઈઝિંગ ઈન્ડિયાને આજે તેને મોડલ સ્કૂલ પર વિકસાવવાની મંજૂરી મળી ગઈ છે. 27,360 કરોડથી 14,597 શાળાની ગુણવત્તા વધારવા માટે NEP પ્લે સ્કૂલ સુધીની વ્યવસ્થા કરશે.
  2. આવી શાળા માટે 60 ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. દેશના દરેક ક્ષેત્રમાં દરેક જિલ્લાના 2 બ્લોકમાં આ ખોલવામાં આવશે. જેમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે વ્યાવસાયિક શિક્ષણ, ડીજીટલ લાયબ્રેરી, ડીજીટલ લેબ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
  3. બેગલેસ સ્કૂલના કોન્સેપ્ટ હેઠળ 20 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર તેની સાથે જોડાશે, જે શાળા અને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને દરેકની કામગીરીની સમીક્ષા કરશે.
  4. કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ દરેક શાળાને 2 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ પૈસા સીધા શાળામાં જશે, કોઈ અધવચ્ચે નહીં રહે. શાળામાં ગયેલા પૈસા ક્યાં ખર્ચાશે, તે શાળાના શિક્ષકો, આચાર્ય અને સામૂહિક રીતે નક્કી કરશે.
  5. પીએમ ગતિશક્તિ કાર્યક્રમ હેઠળ, રેલવેમાં વિકાસને પ્રોત્સાહન આપવા માટે કાર્ગો માટે લાંબા ગાળાની જમીન ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી રેલવેની એકંદર જમીનનો વધુ સારો ઉપયોગ સરળ બનશે.
  6. તમામ વિકાસલક્ષી પ્રવૃતિઓ માટે રેલવેની જમીન પર અન્ય મંત્રાલયોના કામો હાથ ધરવામાં પડતી મુશ્કેલીઓમાંથી છુટકારો મળશે.
  7. આગામી 5 વર્ષમાં 300થી વધુ PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે. તેમાં 1,25,000થી વધુ રોજગારીની તકો હશે.

Published On - 4:02 pm, Wed, 7 September 22

Next Article