કયા કાયદા હેઠળ પી. ચિદમ્બરમને બનાવવામાં આવ્યા આરોપી, કેટલી સજાની છે જોગવાઈ?

|

Aug 23, 2019 | 5:22 AM

INX મીડિયા મામલે પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી.ચિદમ્બરમની ધરપક્ડ કરવામાં આવી છે. આ મામલે ગુરૂવારે CBIએ દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટમાં ચિદમ્બરમને હાજર કર્યા. જ્યાં કોર્ટે આ મામલે CBI અને ચિદમ્બરમની દલીલ સાંભળી. ત્યારબાદ કોર્ટે ચિદમ્બરનને 5 દિવસ માટે CBIની કસ્ટડીમાં મોકલ્યા. ત્યારે હવે આ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે CBIએ ચિદમ્બરમની વિરૂદ્ધ કયા કાયદાની કઈ કલમ […]

કયા કાયદા હેઠળ પી. ચિદમ્બરમને બનાવવામાં આવ્યા આરોપી, કેટલી સજાની છે જોગવાઈ?

Follow us on

INX મીડિયા મામલે પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી.ચિદમ્બરમની ધરપક્ડ કરવામાં આવી છે. આ મામલે ગુરૂવારે CBIએ દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટમાં ચિદમ્બરમને હાજર કર્યા. જ્યાં કોર્ટે આ મામલે CBI અને ચિદમ્બરમની દલીલ સાંભળી. ત્યારબાદ કોર્ટે ચિદમ્બરનને 5 દિવસ માટે CBIની કસ્ટડીમાં મોકલ્યા. ત્યારે હવે આ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે CBIએ ચિદમ્બરમની વિરૂદ્ધ કયા કાયદાની કઈ કલમ હેઠળ આરોપી બનાવ્યા છે? તેમાં સજાની શું જોગવાઈ કરવામાં આવી છે?

INX મીડિયા મામલે CBIએ ચિદમ્બરમને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988ની કલમ 8 અને 13(2)ની સાથે 13(1) (D) અને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120Bની સાથે 420 હેઠળ આરોપી ગણાવ્યા છે. પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 8 હેઠળ પૈસા લઈ લોક સેવક પર ભ્રષ્ટ અને ગેરકાયદેસર સાધનો દ્વારા અસર આપવાને ગુનો ગણાવવામાં આવ્યો છે. તેની હેઠળ 6 મહિનાથી 5 વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 13 (1) (D) હેઠળ પોતાના કે કોઈ બીજાના ફાયદા માટે પદનો દુરઉપયોગ કરવા અને કલમ 13 (2) હેઠળ લોક સેવકના પદ પર રહીને ગુનાહિત ગેરવર્તન માટે 1થી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ એવા ગુના પર દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. તે સિવાય ભારતીય દંડ સંહિતાની કલમ 420 હેઠળ ઉશ્કેરણી અને બેનામી સંપતિ આપવા માટે ગુનો બનાવવામાં આવ્યો છે. જેના માટે 7 વર્ષની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચિદમ્બરમની વિરૂદ્ધ કલમ 120Bની સાથે કલમ 420 લગાવવામાં આવી છે. કલમ 120Bમાં ગુનાહિત કાવતરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચિદમ્બરમને કલમ 420 હેઠળ આપેલા ગુનાહિત કાવતરા રચવાના આરોપી બનાવવામાં આવ્યા છે. જો ચિદમ્બરમને દોષી ઠરાવવામાં આવશે તો તેમને કલમ 120Bની સાથે કલમ 420 લગાવીને 7 વર્ષ સુધીની જેલની સજા આપવામાં આવશે અને દંડ લગાવવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે ચિદમ્બરમને 5 દિવસની CBIની કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમની બુધવારે CBIએ તેમના ઘરેથી ધરપક્ડ કરી હતી. તે પહેલા બુધવારે દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજીને રદ કરી દીધી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article