રોટલી ખાવાનો વર્લ્ડ રેકોર્ડ ! એક પરિવાર જેટલું આખા મહિનામાં ખાય છે, એટલું આ વ્યક્તિ એક જ દિવસમાં ખાઈ જાય છે
દુનિયામાં ખાવાના શોખીનોની કોઈ જ કોઈ કમી નથી પણ એક વ્યક્તિ એવો છે કે જેણે ખાવાના મામલે રેકોર્ડ બનાવ્યો છે. હવે આ રેકોર્ડ વિશે તમે જાણશો તો તમે પણ હેરાન થઈ જશો.

દુનિયામાં ખાવાના શોખીનોની કોઈ કમી નથી. ઘણા લોકો તો એવા છે કે, જે પોતાની ખાવા-પીવાની આદતથી વર્લ્ડ રેકોર્ડ બનાવે છે. તમે ઘણા પ્રકારના રેકોર્ડ સાંભળ્યા હશે પરંતુ શું તમે ક્યારેય સૌથી વધુ રોટલી ખાવાના રેકોર્ડ વિશે સાંભળ્યું છે?
હા, જો તમે બિહારના કટિહારમાં રહેતા વ્યક્તિની ખાવાની આદત વિશે સાંભળશો તો તમને આશ્ચર્ય થશે. આ વ્યક્તિ બે થી ચાર પરિવારોને ખવડાવી શકાય તેટલી રોટલી ખાય છે. બિહારના કટિહાર જિલ્લાનો મોહમ્મદ રફીક અદનાન હાલમાં ચર્ચામાં આવ્યો છે.
દિવસનું કેટલું ખાય છે?
રફીક માત્ર 30 વર્ષનો છે અને તે એક દિવસમાં 3 કિલો ચોખા, 4 લિટર દૂધ, 80 થી 100 રોટલી ખાય છે. આટલું જ નહીં, તે 2 કિલો મટન અને ચિકન તેમજ 1.5 થી 2 કિલો માછલી ખાય છે. રફીકનું વજન લગભગ 200 કિલો જેટલું છે. તમને જણાવી દઈએ કે, આ વજન પાછળનું મુખ્ય કારણ ‘ઇટિંગ ડિસઓર્ડર’ છે. રફીક તેના મોટાપા અને ઇટિંગ હેબિટને કારણે આખા કટિહારમાં પ્રખ્યાત છે.
લોકો ઘરે બોલાવતા નથી
તમને જણાવી દઈએ કે, રફીક બુલીમિયા નર્વોસા નામની બીમારીથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તે વધુ પડતું ખાય છે. આ કારણે તેને સામાજિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમ કે લોકો તેને પાર્ટીમાં આમંત્રણ આપવામાં અચકાય છે અને મોટાપાને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ રહી છે. ભારે વજનને કારણે રફીક વધુ ચાલી શકતો નથી. રફીકે તેના રોગ વિશે ડોકટરોનો સંપર્ક કર્યો પરંતુ આ રોગનો તોડ હજુ મળ્યો નથી.
રફીકે કર્યા ‘બે લગ્ન’
તમને જણાવી દઈએ કે, રફીકનું વજન તેના માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. રફીકે બે વાર લગ્ન કર્યા છે . પરિવારનું કહેવું છે કે, તેની પહેલી પત્ની તેની આ પેટની બીમારીને સહન ન કરી શકી અને બીજા લગ્ન કરવા પડ્યા. રફીક વ્યવસાયે અનાજનો વેપારી છે. આ બીમારીને કારણે તેને કોઈ સંતાન પણ નથી. તેની આસપાસના લોકો અને સંબંધીઓ પણ તેને ઘરે બોલાવતા ડરે છે.
