
મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થાય તે પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ચૂંટણી પહેલા જ પરિણામ આવી ગયા છે. દેવેન્દ્ર ફડણવીસ એન્ડ કંપની હારી ગઈ છે. તેથી જ ચૂંટણી પંચ દ્વારા કામ કરાવાઈ રહ્યા છે. ચૂંટણી પૂર્ણ થાય તે પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ આપેલા નિવેદનને પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે.મતદાન દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ભાજપ અને ચૂંટણી પંચની ટીકા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, ઘણી જગ્યાએથી મતદારોની આંગળીઓ પરથી શાહી લૂછી નાખવાની ફરિયાદો આવી રહી છે. આવું પહેલા ક્યારેય બન્યું ન નથી.
ભાજપ પર સત્તાના દુરપ્રયોગનો આરોપ લગાવતા ઉદ્ધવ ઠાકરે કહ્યું અમારા ઉમેદવારોને કરોડો રુપિયાની ઓફર આપવામાં આવી છે. મતદારોને ધમકી પણ આપવામાં આવી રહી છે. ખુલ્લેઆમ પૈસા આપવામાં આવી રહ્યા છે. ભાજપને કોઈ પણ કિંમત પર બીએમસીની સત્તા જોઈએ છે. આ માટે તેઓ આવું કરી રહ્યા છે.
આ પહેલા એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે કહ્યું કે, પહેલા જે શાહીનો ઉપયોગ થતો હતો. તેના સ્થાને હવે પેન આવી છે. આ પેનને લઈ ફરિયાદ પણ સામે આવી રહી છે. જો તમે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો છો તો શાહી દુર થતી હતી. તેમણે કહ્યું કે, હવે માત્ર એક જ રસ્તો વધ્યો છે. શાહી લગાવો અને બહાર જાવ અને લુંછી નાંખો. ફરી અંદર આવી મતદાન કરો,પ્રચાર માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, સત્તામાં રહેવા માટે સરકાર કાંઈ પણ કરી શકે છે.
મહારાષ્ટ્રમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) નાગરિક ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે. બપોરે 1:30 વાગ્યા સુધીમાં, શહેરમાં કુલ 29.96 ટકા મતદાન નોંધાયું હતું.ચૂંટણીના પરિણામો આવતીકાલે 16 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે.