UAEએ CRPF કેમ્પ પર હુમલાના કાવતરાખોર નિસાર અહમદને ભારતને સોંપ્યો
લેથપોરામાં CRPF કેમ્પ પર ડિસેમ્બર 2017માં થયેલા આતંકી હુમલાનો મુખ્ય આરોપી નિસાર અહમદ તાંત્રેની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલામાં 5 જવાન શહીદ થયા હતા અને તેમના 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. નિસારને 31 માર્ચે ભારત લાવવામાં આવ્યો છે. તે 1 ફેબ્રુઆરીના રોજ UAE ભાગી ગયો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સંયુક્ત આરબ અમીરાત […]
લેથપોરામાં CRPF કેમ્પ પર ડિસેમ્બર 2017માં થયેલા આતંકી હુમલાનો મુખ્ય આરોપી નિસાર અહમદ તાંત્રેની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલામાં 5 જવાન શહીદ થયા હતા અને તેમના 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
નિસારને 31 માર્ચે ભારત લાવવામાં આવ્યો છે. તે 1 ફેબ્રુઆરીના રોજ UAE ભાગી ગયો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સંયુક્ત આરબ અમીરાત (UAE)થી જૈશ-એ-મોહમ્મદના આતંકી નિસાર અહમદ તાંત્રેની ધરપકડ કરી છે.
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો
રવિન્દ્ર જાડેજાનો આવો છે પરિવાર
નિસાર તાંત્રે જૈશના દક્ષિણ કાશ્મીરના ડિવિઝનલ કમાન્ડર નૂર તાંત્રેનો ભાઈ છે. NIA લેથપોરા હુમલાની તપાસ કરી રહ્યા હતા. NIA કોર્ટના સ્પેશિયલ જજે નિસાર વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જાહેર કર્યુ હતુ. જેના આધારે તેને UAEથી ભારત લાવવામાં આવ્યો છે. નૂર તાંત્રેએ ખીણ વિસ્તારમાં જૈશની ઘણી મદદ કરી હતી. ડિસેમ્બર 2017માં એક એન્કાઉન્ટર દરમિયાન તેને ઠાર કરવામાં આવ્યો હતો.
આ પહેલાં પણ UAEએ ઘણા ભાગેડુ લોકોને ભારતને સોંપી ચૂક્યુ છે. UAE અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદવાના મામલે લાંચના આરોપી ક્રિશ્ચિયન મિશેલ, આ કેસમાં કથિત દલાલ દીપક તલવાર સિવાય ISISના સમર્થકો, ઈન્ડિયન મુઝાહિદ્દીનનો આતંકી અબ્દુલ વાહિદ સિદ્દિદ અને 1993ના મુંબઈ બ્લાસ્ટના આરોપી ફારુખ ટકલા જેવા આતંકીઓને ભારતને સોંપવામાં આવેલા છે.