ભારત સરકાર વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચ્યુ Twitter, આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યુ મોટું નિવેદન

|

Jul 05, 2022 | 10:00 PM

ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ટ્વિટર (Twitter) વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવાની ભારત સરકારની માંગ વિરુદ્ધ જઈને કાનૂની કાર્યવાહી કરવા જઈ રહ્યુ છે.

ભારત સરકાર વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચ્યુ Twitter, આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યુ મોટું નિવેદન
Twitter in High Court against Government of India
Image Credit source: File Photo

Follow us on

ટ્વિટર અને ભારત સરકાર (Modi Government) વચ્ચેનો આપત્તિઓજનક કન્ટેન્ટ હટાવવા માટેનો વિવાદ વધતો રહે છે. ભારત સરકારની આપત્તિઓજનક કન્ટેન્ટ હટાવવાની માંગની વિરુદ્ધ જઈ ટ્વિટર (Twitter) કાયદાકીય પગલાં લેવાનું છે. આ મામલે ટ્વિટર ભારત સરકારની નોટિસ વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યું છે. આ પગલાથી ટ્વિટર ભારતીય અધિકારીઓને પદના દુરુપયોગ માટે પડકાર આપી શકે છે. અહેવાલો અનુસાર અમેરિકન કંપની ટ્વિટરની ન્યાયિક સમીક્ષા કરવાનો પ્રયાસ કરી રહી છે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ પગલાથી સરકાર સાથે તેના મતભેદો વધી શકે છે.

ભારત સરકારે તાજેતરમાં ટ્વિટરને પૂછ્યું હતું કે તેઓએ આપત્તિઓજનક કન્ટેન્ટ પર પગલાં લેવા માટે આપેલા અગાઉના આદેશોનું પાલન કેમ કર્યું નથી. સરકાર દ્વારા ટ્વિટરને કેટલાક એકાઉન્ટ અને કન્ટેન્ટ હટાવવા માટે નોટિસ આપવામાં આવી રહી છે. આ નોટિસોમાં સ્વતંત્ર શીખ રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીનો પણ સમાવેશ થાય છે, જેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શીખ ચળવળ વિશે ઘણી માહિતી શેયર કરી હતી. મોદી સરકારના મતે આ માહિતી ભ્રામક છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

IT મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા અંગે કહ્યું કે ભારતમાં સોશિયલ મીડિયા તેના પોતાના કન્ટેન્ટ માટે જવાબદાર રહેશે. મંગળવારે આપેલા એક નિવેદનમાં વૈષ્ણવે કહ્યું છે કે “સોશિયલ મીડિયાની જવાબદારી વૈશ્વિક સ્તરે એક મોટો પ્રશ્ન બની ગયો છે. જવાબદારી માટે પહેલા સ્વ-નિયમન જરૂરી છે, પછી ઉદ્યોગ નિયમન જરૂરી છે.” ટ્વિટરે સરકારી નોટિસ પર કાનૂની અભિપ્રાય લેવાનું મન બનાવ્યા બાદ IT મંત્રી વૈષ્ણવે આ નિવેદન આપ્યુ હતુ. અહેવાલ અનુસાર ટ્વિટરે ભારતીય અધિકારીઓ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

 

Twitter કરશે ન્યાયિક સમીક્ષા

ભારત સરકારની નોટિસ પર ટ્વીટર ન્યાયિક સમીક્ષા હાથ ધરવા પર દલીલ કરી છે કે સરકારે જે કન્ટેન્ટને દૂર કરવાનો આદેશ આપ્યો છે તે રાજકીય પક્ષોના સત્તાવાર હેન્ડલ્સ છે, તે એકાઉન્ટ્સને અવરોધિત કરવાનો અર્થ વાણીની સ્વતંત્રતા સમાપ્ત થશે. ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે તણાવ ગયા વર્ષે શરૂ થયો હતો, જ્યારે ટ્વિટરે ખેડૂતોના આંદોલનને લગતી સરકારની સૂચનાને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. સરકારે આરોપ લગાવ્યો હતો કે કેટલાક ટ્વિટર એકાઉન્ટ્સ આંદોલન અંગે ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે.

Next Article