ભારત અને માલદીવ શનિવારે એકબીજા દ્વારા જાહેર કરાયેલ કોવિડ-19 રસીના પ્રમાણપત્રોને (Covid 19 Vaccine Certificate) પરસ્પર માન્યતા આપવા સહમત થયા હતા. આ પગલાથી બંને દેશો વચ્ચે મુસાફરી સરળ બનશે અને પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે. માલદીવના (Maldiv) વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ જયશંકરે (DR S Jaishankar) માલદીવને કોરોના વાયરસ રોગચાળા દરમિયાન સફળતા મેળવવાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે આજે કોવિડ-19 પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા ભારત અને માલદીવ વચ્ચેની (India Maldiv Relations) મુસાફરીને સરળ બનાવશે. તમને જણાવી દઈએ કે માલદીવમાં પ્રવાસીઓ માટે ભારત ટોચનું સ્થાન ધરાવે છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, કોરોના વાઈરસ રોગચાળા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સાલેહના માર્ગદર્શન હેઠળ અમારા સંબંધોમાં આ વર્ષે ઝડપી પ્રગતિ જોવા મળી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ક્ષેત્રમાં સ્થિરતા છે, અમારી સહિયારી જવાબદારી તેને પોષશે અને સંબધોને વધુ મજબૂત કરશે.
އަހަރެއް ފަހުން ރާއްޖެ އައުމަކީ ލިބުނު އުފަލެކެވެ.
ބަލިމަޑުކަމުގެ ތެރެއިންވެސް ބޮޑުވަޒީރު @narendramodi އަދި ރައީސް @ibusolih ގެ އިރުޝާދުގެ ދަށުން ދެ ގައުމުގެ ގުޅުން ހަރުދަނާވިއެވެ.
މިދަތިކަމުން ކާމިޔާބުކަމާއި އެކު އަރައިގަނެވުމުން ރާއްޖެއަށް މަރްޙަބާ ކިޔަމެވެ. pic.twitter.com/tJEhwOTaSP— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 26, 2022
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે અમારી પારદર્શક વિકાસ ભાગીદારી માલદીવની જરૂરિયાત અને પ્રાથમિકતા પર આધારિત છે અને આજે તે વધીને 2.6 ડોલર બિલિયન થઈ ગઈ છે. ભારતે ગયા વર્ષે માલદીવને કોવિશિલ્ડ રસીના બે લાખથી વધુ ડોઝ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવ અને શ્રીલંકાની પાંચ દિવસીય મુલાકાતના ભાગરૂપે શનિવારે માલે પહોંચ્યા હતા. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે માલે એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું સ્વાગત કર્યું.
ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવ સાથે મળીને હાથ ધરવામાં આવી રહેલા સંખ્યાબંધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા માટે સંખ્યાબંધ કરારો પર હસ્તાક્ષર કરશે.
આ પણ વાંચો : Jammu-Kashmir: આતંકવાદીઓ નથી બંધ કરી રહ્યા તેમની નાપાક હરકતો, બડગામમાં SPOની ગોળી મારીને કરી હત્યા
આ પણ વાંચો : Andhra Pradesh: સગાઈ માટે તિરુપતિ જઈ રહેલી બસ ખીણમાં પડી, 5ના મોત, 40 લોકો ઈજાગ્રસ્ત