Corona Vaccination: રસી વિશે લોકોમાં પ્રવર્તી રહેલી ગેરમાન્યતાઓને દુર કરવા, આગામી અઠવાડીયે લોન્ચ કરાશે ટ્રેકીંગ પ્લેટફોર્મ

|

Aug 12, 2021 | 7:45 PM

રસી વિશે લોકોમાં વિશ્વાસ વધુ મજબૂત થઈ શકે એ પ્રયત્ન આ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં અત્યાર સુધીમાં થયેલાં બ્રેકથ્રુ ઇન્ફેક્શનનાં એનાલીસીસ માટે એક પુરી સ્ટ્રીમ અને ટીમ કામ કરી રહી છે.

Corona Vaccination: રસી વિશે લોકોમાં પ્રવર્તી રહેલી ગેરમાન્યતાઓને દુર કરવા, આગામી અઠવાડીયે લોન્ચ કરાશે ટ્રેકીંગ પ્લેટફોર્મ
પ્રતીકાત્મક તસવીર

Follow us on

દેશમાં કોરોનાના બ્રેક થ્રુ ઈન્ફેક્શન (રસીકરણ બાદ થતો કોરોના /Breakthrough infection) ના ઘણાં કેસો સામે આવી રહ્યા છે. જેના કારણે ચિંતા વધી ગઈ છે. આ માટે સરકાર  આગામી અઠવાડીયે વેક્સીન ટ્રેકીંગ પ્લેટફોર્મ લોંચ કરવાનું વિચારી રહી છે. જેમા દેશભરના બ્રેક થ્રુ ઈન્ફેક્શન કેસોની જાણકારી હશે. આ પ્લેટફોર્મ પબ્લીક ડોમેનમાં હશે.

રસીકરણને લઈને લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ તેમજ અંધવિશ્વાસ પણ પ્રવર્તી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટેનું મુખ્ય હથીયાર રસીકરણ જ છે. આ માટે સરકાર પણ ગતીશીલ પ્રયત્નો કરી રહી છે.

લોકોમાં રહેલી માન્યતા દુર થાય અને વધમાં વધુ લોકો રસી લે એ માટે રાજ્ય સ્તરે પણ જાગૃતી અભીયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ માટે કેન્દ્ર સરકાર પણ નવું પ્લેટફોર્મ લોંચ કરવા જઈ રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પ્લેટફોર્મ દ્વારા રસીકરણને (Vaccination) લઈને લોકોનો વિશ્વાસ મજબૂત કરવાના પ્રયત્નો કરવામાં આવશે. કારણ કે રસી પછી અત્યાર સુધી, લોકોને કોરોનાનું ખૂબ જ હળવું (Mild Infection) સંક્રમણ થઈ રહ્યું છે.આ સાથે, એવું પણ જાણવા મળ્યું છે કે રસી લીધા પછી, હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના પણ નહિવત છે.

ત્રણ પ્રકારના ડેટાના આધારે બનાવવામાં આવ્યું છે આ પ્લેટફોર્મ

  1. કેટલાં લોકોને થયું બ્રેકથ્રુ ઇન્ફેક્શન
  2. કેટલા લોકો હોસ્પીટલમાં દાખલ થયાં
  3. કેટલા લોકો મૃત્યુ પામ્યા.

આ  પ્લેટફોર્મ દ્વારા, રસી વિશે લોકોમાં પ્રવર્તી રહેલી ગેરમાન્યતાઓને દુર કરવાનો અને  રસીની વિશ્વસનીયતાને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. દેશભરમાં અત્યાર સુધીમાં થયેલાં બ્રેકથ્રુ ઇન્ફેક્શનનાં એનાલીસીસ માટે એક પુરી સ્ટ્રીમ અને ટીમ કામ કરી રહી છે. રાજ્યો પાસેથી બ્રેકથ્રુ ઈન્ફેક્શનના સેમ્પલ મંગાવાઈ રહ્યાં છે.

રાજ્યો પાસેથી મંગાવવામાં આવેલા સેમ્પલનું જીનોમિક સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી વાયરસના કદ, પ્રકાર, વ્યવહાર પર નજર રાખી શકાય. અત્યાર સુધી આવા સિક્વન્સિંગમાં કોઈ પણ પ્રકારનાં નવા મ્યુટેશન અથવા નવાં વેરીઅન્ટની પુષ્ટિ થઈ નથી.

એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આગામી બે અઠવાડીયામાં, બ્રેકથ્રુ ઈન્ફેક્શનના નમૂના વિશે ચોક્કસ માહિતી સામે આવશે.

આ પણ વાંચો : Positive News: ઓક્ટોબરમાં આવશે બાળકો માટે વેક્સિન, નાગપુરમાં બાળકો ઉપર થયું ટેસ્ટીંગ, આખરી પરીણામની જોવાઈ રહી છે રાહ

Next Article