કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી દેશની ઘણી દિગ્ગજ કંપનીઓ રોકાણ કરવા માટે આવી આગળ

|

Aug 08, 2019 | 8:56 AM

મોદી સરકારે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી દેશના કારોબાર અને ઉદ્યોગનો ખુબ વિકાસ થશે અને તેનાથી નોકરીઓનું સર્જન થશે. તેને જોતા ઘણા મોટા સમૂહોએ કાશ્મીરમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક નિવેદનમાં વરિષ્ઠ ઉદ્યોગપિત અને કોટક મહિન્દ્રા બૅન્કના MD ઉદય કોટકે આ માંગ કરી છે કે જમ્મૂ કાશ્મીરમાં આર્થિક વિકાસ અને નોકરીઓના અવસર […]

કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી દેશની ઘણી દિગ્ગજ કંપનીઓ રોકાણ કરવા માટે આવી આગળ

Follow us on

મોદી સરકારે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી દેશના કારોબાર અને ઉદ્યોગનો ખુબ વિકાસ થશે અને તેનાથી નોકરીઓનું સર્જન થશે. તેને જોતા ઘણા મોટા સમૂહોએ કાશ્મીરમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

એક નિવેદનમાં વરિષ્ઠ ઉદ્યોગપિત અને કોટક મહિન્દ્રા બૅન્કના MD ઉદય કોટકે આ માંગ કરી છે કે જમ્મૂ કાશ્મીરમાં આર્થિક વિકાસ અને નોકરીઓના અવસર વધારવા માટે પહેલ કરવામાં આવી જોઈએ. તેમને કહ્યું કે રાજ્યમાં વિકાસની ભરપૂર સંભાવનાઓ છે, કારણ કે ત્યાં કુદરતી સંસાધનો અને વિશિષ્ટ ભાગો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હવે જ્યારે કાશ્મીરની અર્થવ્યવસ્થા બધા જ માટે ખુલી ગઈ છે. ત્યારે કંપનીઓ રોકાણ માટે આગળ આવવા લાગી છે. ડેરી ક્ષેત્રની દિગ્ગજ કંપની અમૂલ ઈન્ડિયાએ કાશ્મીરમાં રોકાણ કરવામાં રસ બતાવ્યો છે. આ પ્રકારે હેલ્મેટ બનાવનારી પ્રમુખ કંપની સ્ટીલબર્ડે પણ જમ્મૂ-કાશ્મીરમાં એક પ્લાન્ટ લગાવવાની ઓફર કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હોટલ ઈન્ડસ્ટ્રીથી જોડાયેલી લેમન ટ્રીએ ગુલમર્ગ અને સોનમર્ગમાં 35-40 બેડની હોટલ ખોલવા માટે પ્રસ્તાવ મુક્યો છે. લેમન ટ્રીની પાસે પહેલેથી જ આ વિસ્તારમાં 176 બેડની ક્ષમતાવાળી કુલ 3 હોટલ છે. સૌથી મોટી હોટલ કટરામાં 70 બેડની છે. જેને વર્ષ 2017માં ખોલવામાં આવી હતી. કંપનીએ વર્ષ 2018માં શ્રીનગર અને જમ્મૂ કાશ્મીરમાં 2 નવી હોટલોની શરૂઆત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ કંપનીઓ પહેલેથી જ છે કાશ્મીરમાં

લ્યૂપિન, સનફાર્મા, કોકા કોલા, રેડિસન, ડાબર અને બર્જર પેન્ટસ જેવી કંપનીઓએ જમ્મૂ-કાશ્મીરમાં રોકાણ કર્યુ છે. CIIના જાણીતા અધ્યક્ષ ઉદય કોટકે કહ્યું કે આ વિસ્તારની દરેક વ્યક્તિનું ઘરેલુ ઉત્પાદન 63,995 રૂપિયા છે. જે દેશનું લગભગ 55 ટકા જ છે અને રાજ્યના ઉત્પાદનમાં 80 ટકા ભાગ કૃષિનો છે. હવે સરકાર અને ઉદ્યોગ જગત તરફથી મજબૂત પ્રયત્ન કરવો પડશે કે ત્યાં ઈકોનોમિક ગ્રોથ રેટ વધારે અને રોજગારના અવસરોનું સર્જન કરે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article