આર્મી ચીફ સાથે સેનાના ટોચના અધિકારીઓએ દિલ્હીમાં કરી બેઠક, ચીન અને પાક સીમાઓ પર સુરક્ષા સ્થિતી પર થઈ ચર્ચા

|

Dec 23, 2021 | 11:52 PM

મીટિંગ દરમિયાન, આર્મી કમાન્ડરોને પૂર્વ સેક્ટરમાં પીપલ્સ લિબરેશન આર્મીની ગતિવિધિઓ સહિત ચીન સરહદ પરની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આર્મી ચીફ સાથે સેનાના ટોચના અધિકારીઓએ દિલ્હીમાં કરી બેઠક, ચીન અને પાક સીમાઓ પર સુરક્ષા સ્થિતી પર થઈ ચર્ચા
Army Chief General Manoj Mukund Naravane. (File Photo)

Follow us on

ભારતીય સેનાના ટોચના નેતૃત્વએ તેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેની (Army Chief General Manoj Mukund Naravane) આગેવાની હેઠળ, ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં શરૂ થયેલી બે દિવસીય આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ દરમિયાન ચીન અને પાકિસ્તાન સરહદે (China and Pakistan border) સુરક્ષા સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે સેના કમાન્ડરોએ સરહદો પર સુરક્ષાની સ્થિતિ તેમજ જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા કરી.

આર્મી કમાન્ડરોને પૂર્વ સેક્ટરમાં પીપલ્સ લિબરેશન આર્મીની ગતિવિધિઓ સહિત ચીન સરહદ પરની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ચીન તરફથી એકપક્ષીય આક્રમકતા દર્શાવ્યા બાદ ગયા વર્ષે એપ્રિલ-મેથી ભારત અને ચીન વચ્ચે સૈન્ય ગતિરોધ ચાલી રહ્યો છે. ભારતે ચીની આક્રમણનો ખૂબ જ આક્રમક જવાબ આપ્યો અને ઘણી જગ્યાએ તેમની કાર્યવાહીની તપાસ કરી. ગલવાન અથડામણ પણ ત્યાં થઈ હતી, જેમાં બંને પક્ષોને જાનહાનિ થઈ હતી.

બિપિન રાવતના નિધન બાદ સેનાના ટોચના નેતૃત્વની આ પ્રથમ બેઠક હતી

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ભારત આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવાની દિશામાં કામ કરી રહ્યું છે પરંતુ સાથે જ દુશ્મન સૈનિકોના કોઈપણ દુ:સાહસને નિષ્ફળ બનાવવા માટે ઉચ્ચ સ્તરની તૈયારી પણ જાળવી રાખી છે. બંને પક્ષોએ આ વિસ્તારમાં ભારે હથિયારો સાથે મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ સેનાના ટોચના નેતૃત્વની આ પ્રથમ બેઠક હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બરે પત્ની મધુલિકા રાવત અને અન્ય 12 કર્મચારીઓ સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું.

સૈન્ય પરિવારમાંથી આવતા હતા બિપિન રાવત

ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના સૈંજ ગામમાં 1958માં જન્મેલા જનરલ બિપિન રાવત સૈન્ય અધિકારીઓના પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. તેમના પિતા લક્ષ્મણ સિંહ રાવત સેનામાં લેફ્ટનન્ટ જનરલ તરીકે નિવૃત્ત થયા હતા. CDS બિપિન રાવત રાષ્ટ્રીય સ્તરે ઉત્તરાખંડની મજબૂત ઓળખ તરીકે જાણીતા હતા. લશ્કરી પ્રભુત્વ ધરાવતા રાજ્યમાંથી, તેઓ જનરલ બીસી જોશી પછી બીજા આર્મી ચીફ બન્યા. એટલું જ નહી, તેઓ સીડીએસની ખુરશી સુધી પહોંચવામાં પણ સફળ રહ્યા. બિપિન રાવતની ઉત્તરાખંડની અવારનવાર મુલાકાતને કારણે તેમનું જોડાણ તેમના રાજ્ય સાથે બની રહ્યું.

આ પણ વાંચો :  Maharashtra: આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારની બેંગ્લોરમાંથી ધરપકડ, પોતાને ગણાવી રહ્યો છે સુશાંત સિંહ રાજપૂતનો ફેન

Next Article