મહિલા વકીલોને જ્જ બનાવવાવાળી અરજી પર આવતીકાલે SCમાં સુનવણી, દેશમાં માત્ર આટલા ટકા છે મહિલા ન્યાયાધીશ

|

Apr 14, 2021 | 9:44 PM

સુપ્રીમકોર્ટ આવતીકાલે ગુરૂવારે મહિલા વકીલોના એસોશિએશનની એક અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં મોટી સંખ્યામાં હોંશિયાર મહિલા વકીલોને હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા અંગે વિચારણા કરવા વિનંતી કરવામાં આવી છે.

મહિલા વકીલોને જ્જ બનાવવાવાળી અરજી પર આવતીકાલે SCમાં સુનવણી, દેશમાં માત્ર આટલા ટકા છે મહિલા ન્યાયાધીશ
Supreme Court

Follow us on

સુપ્રીમકોર્ટ આવતીકાલે ગુરૂવારે મહિલા વકીલોના એસોશિએશનની એક અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં મોટી સંખ્યામાં હોંશિયાર મહિલા વકીલોને હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા અંગે વિચારણા કરવા વિનંતી કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચ સુપ્રીમ કોર્ટ મહિલા વકીલ એસોસિએશનની અરજી પર સુનાવણી કરશે.

 

એડવોકેટ સ્નેહા કાલિતા દ્વારા આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આમાં ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશ તરીકે મહિલાઓની 11.04 ટકા ભાગીદારીનો ઉલ્લેખ કરતા, તે ખૂબ જ નીચું હોવાનું કહેવાય છે. આ હસ્તક્ષેપ અરજીમાં હાલમાં વિવિધ હાઈકોર્ટમાં પોસ્ટ કરાયેલ મહિલા ન્યાયાધીશોનો ચાર્ટ પણ આપવામાં આવ્યો છે અને ઉચ્ચ ન્યાયતંત્રમાં ખાલી પડેલી જગ્યાઓને લગતા બાકીના વિષયમાં પક્ષો બનાવવાની માંગ કરવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

માત્ર 11 ટકા મહિલાઓ છે જજ

એડવોકેટ સ્નેહા કાલિથાની અરજીમાં જણાવાયું છે કે ચાર્ટ પરથી તે બતાવે છે કે ન્યાયાધીશો (કાયમી અને વધારાના ન્યાયાધીશ બંને)ની મંજુરી આપવામાં આવેલી 1,182માંથી આપણી પાસે ફક્ત 661 ન્યાયાધીશો છે, જેમાં 73 મહિલા ન્યાયાધીશ છે અને તેઓ 11.04 ટકા છે.

 

સુપ્રીમ કોર્ટમાં માત્ર 8 મહિલા જજોની નિમણૂક

તેમાં કહેવામાં આવ્યું છે કે દેશની આઝાદીથી લઈને આજ સુધી સુપ્રીમ કોર્ટમાં આઠ મહિલા જજોની નિમણૂક કરવામાં આવી છે. જો કે, 1950થી 2020 દરમિયાન કુલ 247 ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી હતી. મહિલા વકીલોના એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે હાજર રહેલી હોંશિયાર મહિલા એડવોકેટની નિમણૂક કરવા અંગેના નિર્દેશો જારી કરવા વિનંતી કરી છે. અરજીના માધ્યમથી કેન્દ્રને ‘મેમોરેન્ડમ ઓફ પ્રોસીજર’માં મહિલા ન્યાયાધીશોની નિમણૂક માટેની જોગવાઈને સમાવિષ્ટ કરવા અને તેમને ધ્યાનમાં લેવા સૂચના આપવા વિનંતી કરવામાં આવી છે.

 

 

આ પણ વાંચો: Night Curfew in Rajsthan :રાજસ્થાનના તમામ શહેરોમાં 16 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ, CM અશોક ગેહલોતે કરી જાહેરાત

Next Article