AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-નેપાળ બોર્ડર પર ટામેટાની દાણચોરીનો પર્દાફાશ, 3 હજાર કિલો ટામેટા જપ્ત

લખનૌના કસ્ટમ કમિશનર આરતી સક્સેનાએ કહ્યું કે ભારત-નેપાળ બોર્ડર પર તૈનાત 6 અધિકારીઓને વધુ તપાસ માટે હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યા છે. જપ્ત કરાયેલ માલસામાનની કિંમત લગભગ 4.8 લાખ રૂપિયા છે.

ભારત-નેપાળ બોર્ડર પર ટામેટાની દાણચોરીનો પર્દાફાશ, 3 હજાર કિલો ટામેટા જપ્ત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 6:45 PM
Share

Tomato Price Hike: તમે દારુ અને હેરોઈનની દાણચોરી વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ મોંઘવારી અને વધતી કિંમતોને કારણે દેશમાં ટામેટાંની દાણચોરી પણ શરૂ થઈ ગઈ છે. ભારત-નેપાળ સરહદ પર પોલીસ અને સશસ્ત્ર સીમા બળના જવાનો દ્વારા ટામેટાની (Tomato) દાણચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જવાનોએ નેપાળથી દાણચોરી કરીને લાવવામાં આવતા 3 ટન ટામેટાં જપ્ત કર્યા છે, જેની કિંમત લાખોમાં છે. ખાસ વાત એ છે કે જપ્ત કરાયેલા ટામેટાં કસ્ટમ વિભાગને નાશ કરવા માટે આપવામાં આવ્યા હતા, પરંતુ આ ટામેટાં હવે ગાયબ થઈ ગયા છે. આવી સ્થિતિમાં કસ્ટમના તમામ 6 અધિકારીઓ ચપેટમાં આવી આવી શકે છે. જો કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Breaking News : ગુજરાત સરકારે બિપોરજોય વાવાઝોડામાં થયેલ પાક નુકશાન અંગે 240 કરોડનું પેકેજ જાહેર કર્યું

લખનૌના કસ્ટમ કમિશનર આરતી સક્સેનાએ કહ્યું કે ભારત-નેપાળ બોર્ડર પર તૈનાત 6 અધિકારીઓને વધુ તપાસ માટે હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યા છે. જપ્ત કરાયેલ માલસામાનની કિંમત લગભગ 4.8 લાખ રૂપિયા છે. ખાસ વાત એ છે કે જપ્ત કરાયેલા ટામેટાં કસ્ટમ વિભાગને નાશ કરવા માટે આપવામાં આવ્યા હતા. પરંતુ હવે જપ્ત કરાયેલા ટામેટાં ક્યાં છે તે જાણી શકાયું નથી.

કસ્ટમને ટામેટા નાશ કરવા માટે આપ્યા હતા

મળતી માહિતી મુજબ મામલો ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના નૌતનવા વિસ્તારનો છે. અહીં સ્થાનિક પોલીસ સ્ટેશને સશસ્ત્ર સીમા દળ સાથે મળીને નેપાળથી ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવતા ત્રણ ટન ટામેટાં જપ્ત કર્યા છે. આ પછી તેનો નાશ કરવા માટે કસ્ટમ અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. પરંતુ કસ્ટમ અધિકારીઓએ કથિત રીતે લાંચ લીધા બાદ ટામેટાંનું કન્સાઈનમેન્ટ છોડ્યું હતું, જે ફરી એકવાર પોલીસના હાથે ઝડપાઈ ગયું હતું. આ પછી ઘટનાની માહિતી લખનૌ હેડક્વાર્ટરમાં કસ્ટમ અધિકારીઓને આપવામાં આવી હતી.

ભારતમાં ટામેટાં ખૂબ મોંઘા થઈ ગયા

જણાવી દઈએ કે ભારતમાં ટામેટાં ખૂબ મોંઘા થઈ ગયા છે. અહીં ટામેટાંનો ભાવ 150 રૂપિયાથી વધીને 260 કિલો થઈ ગયો છે. આ જ કારણ છે કે નેપાળથી ભારતમાં ટામેટાંની દાણચોરી થઈ રહી છે. વેપારીઓ ટેક્સ ચૂકવ્યા વિના ગુપ્ત રીતે ટામેટાં ભારતમાં લાવી રહ્યા છે અને બજારમાં વેચીને સારી કમાણી કરી રહ્યા છે. જ્યારે, નિચલાઉલના એસએચઓ આનંદ કુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર આ ટામેટાના માલસામાનને 8 જુલાઈએ સરહદ પર જપ્ત કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જો ટેક્સ ચૂકવ્યા વિના ખરીદવામાં આવે તો ઘરેણાં, વિદેશી ચલણ અને ઈલેક્ટ્રોનિક સામાન જેવી વસ્તુઓ જપ્ત કરી શકાય છે. જ્યારે સિગારેટ અને દારૂ NDPS એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
દુધરેજ પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી
દુધરેજ પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી
ગીર સોમનાથના તાલાલામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ગીર સોમનાથના તાલાલામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
સાબરકાંઠામાં ભાજપના જિલ્લા ઉપપ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ
સાબરકાંઠામાં ભાજપના જિલ્લા ઉપપ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ
નવસારીમાં સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાતા દહેશત
નવસારીમાં સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાતા દહેશત
સુરતમાં મનપાની કચરા ગાડી પર જોખમી સ્ટંટ,જુઓ Video
સુરતમાં મનપાની કચરા ગાડી પર જોખમી સ્ટંટ,જુઓ Video
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી
આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે
આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">