આજે છે ગીતા જયંતિ, જાણો ગીતા જયંતિ વિધી અને મહત્વ

|

Dec 25, 2020 | 3:37 PM

દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો. તેથી આ દિવસને ગીતા જયંતી તરીકે મનાવામાં આવે છે. માન્યતા એવી છે કે ભગવદ ગીતાનો જન્મ શ્રી કૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રનાં મેદાનમાં થયો હતો. કળિયુગની શરૂઆતના 30 વર્ષ પહેલાં, શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ્ ભગવદ ગીતા તરીકે પ્રખ્યાત […]

આજે છે ગીતા જયંતિ, જાણો ગીતા જયંતિ વિધી અને મહત્વ

Follow us on

દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો. તેથી આ દિવસને ગીતા જયંતી તરીકે મનાવામાં આવે છે. માન્યતા એવી છે કે ભગવદ ગીતાનો જન્મ શ્રી કૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રનાં મેદાનમાં થયો હતો. કળિયુગની શરૂઆતના 30 વર્ષ પહેલાં, શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ્ ભગવદ ગીતા તરીકે પ્રખ્યાત છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી પ્રથમ 6 અધ્યાયોમાં કર્મયોગ, પછીના 6 અધ્યાયોમાં જ્ઞનયોગ અને છેલ્લા 6 અધ્યાયોમાં ભક્તિ યોગના ઉપદેશ છે.

ગીતા જયંતીના દિવસે મોક્ષદા એકાદશી પણ છે. માન્યતા એવી છે કે એકાદશી રાખવાથી મનુષ્યના મૃત પૂર્વજો માટે સ્વર્ગનાં દરવાજા ખુલે છે. કહેવામાં આવે છે કે જે પણ વ્યકિત મોક્ષ પમવાની ઈચ્છા રાખે છે તેને આ એકાદશી પર વ્રત રાખવું જોઈએ

ગીતા જયંતી કયારે હોય છે?
હિન્દુ પંચાગના અનુસાર માર્ગશીર્ષ શુક્લ એકાદશી પર ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આ દર વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરના મહીનામાં આવે છે. આ વખતે ગીતા જયંતી 25 ડિસેમ્બર છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગીતા જયંતીની તિથિ અને શુભ મુહૂર્ત
ગીતા જયંતીની તિથિ 25 ડિસેમ્બર 2020
એકાદશી તિથિ પ્રાસંભ 24 ડિસેમ્બર 2020ની રાતે 11 વાગે ને 17 મિનિટે
એકાદશી તિથિ સમાપ્ત 26 ડિસેમ્બર 2020ની રાતે 1વાગે ને 54 મિનીટે

શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જન્મ
ભારતમાં નહી પણ વિદેશોમાં પણ ગીતા જયંતી ધુમધામથી ઉજવામાં આવે છે. ગીતા જયંતી આપણને એ પવન ઉપદેશની યાદ અપાવે છે જે શ્રી કૃષ્ણએ મોહમાં ફસાયેલા અર્જુનને આપ્યો હતો. ગીતાના ઉપદેશ ખાલી ઉપદેશ નથી પણ આ એક જીવન કેવી રીતે જીવવું તે આપણને શીખવે છે. માન્યતા એવી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના વિરોધમાં પરિવારના સભ્યો અને સબંધીઓને જોઈ ભયભીત થઈ ગયો હતા. સાહસ અને વિશ્વાસથી ભરેલા અર્જુન મહાન યુદ્ધની શરૂઆત પૂર્વે રથ પર બેસીને યુદ્ધને મુલતવી રાખે છે. તે શ્રી કૃષ્ણને કહે છે કે ‘હું યુદ્ધ નહી કરુ હું પૂજ્ય ગુરુઓ અને સબંધીઓની હત્યા કરીને રાજ્યની ખુશી નથી ઇચ્છતો, ભીખ ખાયને જીવન ધારણ કરવામાં શ્રેય હું માનું છું.’ આ સાંભળીને સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે જણાવ્યું. તેમને આત્મા-પરમાત્માથી લઈને ધર્મ-કર્મથી જોડાયેલી દરેક શંકાનું નિદાન કર્યું
ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ શ્રીમદ્ ભગવદ ગીતા છે. આ ઉપદેશ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દેખળી જીવનની વાસ્તવિકતાથી તેમને સાક્ષાત્કાર કરાવ્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી ગીતાના ઉપદેશની સાર્થકતા બની છે. શ્રી કૃષ્ણના ઉપદેશ બાદ અર્જુનનો મોહ ભંગ થઈ ગયો અને તેમને ગાંડીવ પહેરીને દુશ્મનોનો નાશ કર્યા પછી ધર્મની ફરી સ્થાપના કરી. જે દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને આ ઉપદેશ આપ્યો ત્યારે માર્ગશીર્ષ શુકલ એકાદશી હતી. આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે. મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતી ઉજવામાં આવે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહત્વ
શ્રીમદ્ ભગવદ્ ગીતા હિન્દુઓ માટે પવિત્ર ગ્રંથ છે. આ વિશ્વનો એક એવો ગ્રંથ છે જેની જયંતી મનાવામાં આવે છે. ગીતા મનુષ્યનો પરીચય જીવનની વાસ્તવિકતાથી કરાવી વગર સ્વાર્થએ કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. ગીતા અજ્ઞાન, દુખ, મોહ, ક્રોધ, કામ અને લોભ જેવી સાંસારીક વસ્તુંઓમાંથી મુકિતનો માર્ગ બતાવે છે. તેના અભ્યાસ, શ્રવણ, ચિંતન દ્વારા જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના આવે છે.

કેવી રીતે મનાવામાં આવે છે ગીતા જયંતી?
ગીતા જયંતીના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ કરવામાં આવે છે.
દેશભરમાં મંદિરો વિશેષ કરીને ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગીતાની પુજા કરવામાં આવે છે.
ગીતા જયંતીના દિવસે લોકો ઉપવાસ રાખે છે.
ગીતાના ઉપદેશ વાચવામાં આવે અને સાંભળવામાં આવે છે.

Next Article