AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“GDP ની ચિંતા છોડો મોદીજી, તમારી ચમક્તી Glowing ત્વચાનું રાઝ શું છે એ કહો?- મહિલા સાંસદે PM મોદીને પૂછી Skin care Tips- Video

તાજેતરમાં ભારતની અર્થવ્યવસ્થાની પહેલા ત્રિમાસિક ગાળાના GDP ના આંકડા સામે આવેયા છે. જેમા દેશનો વૃદ્ધિ દર 7.8% રહ્યો છે. આ આંકડાઓને લઈને ફરીએકવાર રાજનીતિ ચરમ પર છે ત્યારે TMC સાંસદ મહુઆ મોઈત્રાએ વડાપ્રધાન મોદીની સ્કિનને લઈને ટિપ્પણી કરતા તેમની ચમક્તી ત્વચાનું રહસ્ય પૂછ્યુ છે.

GDP ની ચિંતા છોડો મોદીજી, તમારી ચમક્તી Glowing ત્વચાનું રાઝ શું છે એ કહો?- મહિલા સાંસદે PM મોદીને પૂછી Skin care Tips- Video
| Updated on: Sep 03, 2026 | 8:57 PM
Share

ભારતની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર પહેલા ત્રિમાસિક ગાળામાં 7.8% રહ્યો છે. ત્યારે આ દરમિયાન GDP અંગે મીડિયા દ્વારા TMC સાંસદ મહુઆ મોઈત્રાને સવાલ કરાતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્લોઈંગ સ્કિનને લઈને સવાલ કર્યો છે.

સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યુ,  “GDP ની ચિંતા છોડો, એ ચિંતા વિપક્ષ સંભાળી લેશે… પહેલા તો મને આપની ચમક્તી ત્વચા ખૂબ પસંદ છે. આપની સ્કિન કેમ આટલી ગ્લો કરે છે? આટલી કેમ ચમકે છે? આની પાછળનું રાઝ શું છે? તેમણે વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરતા પણ મજાકિયા અંદાજમાં પૂછ્યુ, “વિદેશથી PM મોદી એવુ શું લઈને આવે છે, જેનાથી તેમની ત્વચા આટલી ચમકે છે.”

મહુઆ એ વધુમાં કહ્યુ,” હું 51 વર્ષની થઈ ગઈ છુ અને મારે પણ મારી સ્કિનનું ધ્યાન રાખવાનું છે. તો PM મોદી તેનુ સ્કિન કેર સિક્રેટ મને જણાવે પ્લીઝ..” મહુઆએ વધુમાં કહ્યુ, “Forget GDP…. GDP ની ચિંતા વિપક્ષ સંભાળી લેશે, પ્રધાનમંત્રી તેમનું સ્કિનકેર રૂટિન શેર કરી દે બસ…”

જુઓ વીડિયો:

ઉલ્લેખનિય છે કે ચાલુ નાણાંકિય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો GDP ગ્રોથ 7.8 % રહ્યો છે. આ અંગે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા અને વૈશ્વિક અનિશ્ચિતતાના સમયે આ આંકડાને દેશની મોટી ઉપલબ્ધિ ગણાવી છે. આ તરફ વિપક્ષ તેને આંકડાની માયા-જાળ ગણાવી રહ્યો છે. આ રાજકીય ઘમાસાણ વચ્ચે TMC સાંસદ મહુઆ મોઈત્રાએ વડાપ્રધાન મોદી પર ડબલ એટેક કર્યો. તેમણે ન માત્ર જીડીપીના આંકડાની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવ્યા પરંતુ વડાપ્રધાનની સોશિયલ મીડિયા રણનીતિ અને તેમની સ્કિન પર પણ કટાક્ષ કર્યો.

વડાપ્રધાન મોદીએ તેમના વીડિયોમાં વિપક્ષની ટીકાને ‘જુઠ ની ગૂંજ’ ગણાવી અને કહ્યુ કે નિરાશા ફેલાવનારા લોકોની વાતો વચ્ચે પણ દેશે 7.8 ટકા વૃદ્ધિદર હાંસિલ કર્યો છે. જો કે વિપક્ષ આ આંકડાને લઈને સંતુષ્ટ નથી. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોનો આરોપ છે કે બેઝ યર બદલી અને ગત વર્ષના આંકડામાં સંશોધન કરી ને વર્તમાન વૃદ્ધિદર ચડાવી-વધારીને બતાવાઈ રહ્યો છે.

ચીનના કંટ્રોલવાળા તિબેટમાં વિનાશની અસલી હકીકત છુપાવીને ચીન દુનિયા સમક્ષ ક્યુ નેરેટિવ સેટ કરી રહ્યુ છે?– વાંચો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">