Breaking News : બંગાળમાં BJPથી ડર્યું TMC, ફલતા બેઠક પર તૃણમુલના ઉમેદવાર જહાગીર ખાને ચૂંટણી લડવાની પાડી ના, 21મી મેના રોજ છે મતદાન

પશ્ચિમ બંગાળના ફલતા વિધાનસભા મતવિસ્તારમાં, આગામી 21 મેના રોજ મતદાન થવાનું છે, પરંતુ ચૂંટણીના માત્ર 48 કલાક પહેલા જ, તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર, જહાંગીર ખાને ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. જહાગીર ખાને ઔપચારિક રીતે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેણે જણાવ્યું હતું કે, તેઓ વ્યક્તિગત કારણોસર પોતાનું નામ ચૂંટણીમાંથી પાછું ખેંચી રહ્યા છે.

Breaking News : બંગાળમાં BJPથી ડર્યું TMC, ફલતા બેઠક પર તૃણમુલના ઉમેદવાર જહાગીર ખાને ચૂંટણી લડવાની પાડી ના, 21મી મેના રોજ છે મતદાન
| Edited By: | Updated on: May 19, 2026 | 2:58 PM

પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા મતવિસ્તારમાં, આગામી 21 મેના રોજ મતદાન થવાનું છે, જોકે, મતદાનના 48 કલાક પહેલા જ, તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાને, ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ અંગેની જાહેરાત આજે જાહેર ચૂંટણી પ્રચાર બંધ થાય તે પહેલા તેણે કરી છે.

પશ્ચિમ બંગાળના ફલતા વિધાનસભા મતવિસ્તારમાં, આગામી 21 મેના રોજ મતદાન થવાનું છે, પરંતુ ચૂંટણીના માત્ર 48 કલાક પહેલા જ, તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર, જહાંગીર ખાને ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. જહાગીર ખાને ઔપચારિક રીતે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેણે જણાવ્યું હતું કે, તેઓ વ્યક્તિગત કારણોસર પોતાનું નામ ચૂંટણીમાંથી પાછું ખેંચી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવ્યા બાદ, ટીએમસીના ઉમેદવાર જહાગીરખાનની આ જાહેરાતથી રાજકીય રીતે સંકળાયેલા સૌ કોઈને આશ્ચર્ય થયું છે.

તાજેતરમાં પૂર્ણ થયેલ પશ્ચિમ બંગાળ વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન જહાંગીર ખાન, તેના ઉચ્ચારણો બદલ સતત સમાચારોમાં ચમકતા રહ્યાં હતા. ચૂંટણી દરમિયાન, કેન્દ્રીય ચૂંટણી પંચે નિરીક્ષક તરીકે મુકેલા ઉત્તર પ્રદેશના આઈપીએસ અધિકારી અજય પાલ શર્મા, સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ દરમિયાન જહાગીર ખાને, એવી જાહેર ટિપ્પણી કરી હતી કે “આ બંગાળ છે, જો અજય પાલ શર્મા ‘સિંઘમ’ છે, તો હું ‘પુષ્પા’ છું.” જહાગીરખાનનું આ નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચૂંટણી સમયે ખૂબ જ વાયરલ થયું હતું.

આ પાછળનો સંદર્ભ ત્યારે શરૂ થયો જ્યારે IPS અધિકારી અજય પાલ શર્માને ચૂંટણી ફરજ પર સોંપવામાં આવ્યા બાદ ‘સિંઘમ’ તરીકે ઓળખવામાં આવ્યા. જહાંગીર ખાનના પરિવારના સભ્યોને ચેતવણી આપતા શર્માએ કહ્યું હતું કે, “તેમને આ કહો: જો તેમના માણસો ધમકીઓ આપતા રહેશે, તો અમે તેમની સાથે કડક કાર્યવાહી કરીશું – અને પછી રડવા કે પસ્તાવાની કોઈ તક કે મોકો પણ રહેશે નહીં.” આના જવાબમાં, જહાંગીરે પોતાને ‘પુષ્પા’ સાથે સરખાવીને જાહેર કર્યું હતું કે જો શર્મા ‘સિંઘમ’ છે, તો તે ‘પુષ્પા’ છે.

દરમિયાન, બંગાળના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યાના થોડા સમય પછી, સુવેન્દુ અધિકારીએ ટિપ્પણી કરી હતી કે, “પુષ્પા હવે મારી જવાબદારી છે.” ટીએમસી નેતા જહાંગીર ખાનને સુવેન્દુએ, ચેતવણી આપતા કહ્યું હતું કે મુખ્યમંત્રી પોતે તેમનો કેસ વ્યક્તિગત રીતે સંભાળશે. જહાંગીર ખાનને કુખ્યાત ગુનેગાર ગણાવતા, મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘પુષ્પા’ હવે તેમની જવાબદારી છે અને તેઓ આ મામલાની વ્યક્તિગત દેખરેખ રાખશે.

 

દેશના 18 શહેરમાં દોડશે વોટર મેટ્રો, શું ગુજરાતના કોઈ શહેરનો છે સમાવેશ ?

Follow Us