પીએમ નરેન્દ્ર મોદી સાથે ત્રણ વખત મુલાકાત અને વિપક્ષથી અંતર… આવી રહી મમતા બેનર્જીની દિલ્હી મુલાકાત

|

Aug 07, 2022 | 3:22 PM

મમતા બેનર્જીની દિલ્હી (Delhi) મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે રાજ્યમાં શિક્ષક ભરતી કૌભાંડમાં પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી ઘેરાયેલા છે અને વિપક્ષ સતત મમતા બેનર્જીની સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદી સાથે ત્રણ વખત મુલાકાત અને વિપક્ષથી અંતર... આવી રહી મમતા બેનર્જીની દિલ્હી મુલાકાત
Mamata Banerjee - PM Narendra Modi

Follow us on

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનો (Mamata Banerjee) દિલ્હી પ્રવાસ સમય પત્રકના એક દિવસ પહેલા સમાપ્ત થઈ ગયો છે. મુખ્યમંત્રી સોમવારે કોલકાતા પરત ફરવાના હતા, પરંતુ બંગાળમાં ભારે વરસાદની સંભાવનાને જોતા મુખ્યમંત્રીએ તેમનો પ્રવાસ ટૂંકો કરી આજે કોલકાતા જવા રવાના થયા છે. મમતા બેનર્જીની દિલ્હી મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે રાજ્યમાં શિક્ષક ભરતી કૌભાંડમાં પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી ઘેરાયેલા છે અને વિપક્ષ સતત મમતા બેનર્જીની સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. મમતા બેનર્જી તેમની ત્રણ દિવસીય દિલ્હી મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને (Narendra Modi) ત્રણ વખત મળ્યા હતા, પરંતુ તેમણે વિરોધ પક્ષોથી અંતર જાળવી રાખ્યું હતું.

દિલ્હી પ્રવાસ દરમિયાન મમતા બેનર્જીએ કોઈપણ વિરોધ પક્ષના નેતા સાથે મુલાકાત કરી ન હતી. ત્રણ દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે મમતા બેનર્જીએ પાર્ટીના લોકસભા અને રાજ્યસભાના સાંસદો સાથે બેઠક કરી હતી, જોકે આ બેઠક પરસ્પર વાતચીતથી વધુ હતી. પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જી પાર્ટીના વધુ સાંસદો સાથે બેઠક અને ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

મમતા બેનર્જી પીએમ મોદીને ત્રણ વખત મળ્યા

દિલ્હી પ્રવાસ દરમિયાન મમતા બેનર્જીની પહેલી મહત્વપૂર્ણ મુલાકાત પીએમ નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. મમતા બેનર્જીએ લગભગ 45 મિનિટ સુધી પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. જોકે, મમતા બેનર્જીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મમતા બેનર્જીએ પીએમ નરેન્દ્ર મોદીને કેન્દ્રીય યોજનાઓને લગતી વિગતો જાહેર કરવાની અપીલ કરી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જે બાદ શનિવારે મમતા બેનર્જીએ પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અમૃત મહોત્સવની બેઠકમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પશ્ચિમ બંગાળના કાર્યવાહક રાજ્યપાલ એલ ગણેશનને બોલવાની તક આપવામાં આવી હતી, પરંતુ મમતા બેનર્જીને બોલવાની તક આપવામાં આવી ન હતી. ટીએમસીના નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો.

મમતા બેનર્જીએ વિપક્ષ અને મીડિયાથી અંતર રાખ્યું

રવિવારે સીએમ મમતા બેનર્જીએ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકની અધ્યક્ષતા પણ પીએમ નરેન્દ્ર મોદીએ કરી હતી. આ બેઠકમાં શિક્ષણ નીતિ પર ચર્ચા થશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. મીટિંગ દરમિયાન મમતા બેનર્જી અને પીએમ નરેન્દ્ર મોદીની ઔપચારિક મુલાકાતની તસવીરો જોઈ શકાય છે. જો કે આ પ્રવાસ દરમિયાન સીએમ મમતા બેનર્જીએ કોઈપણ વિપક્ષી પાર્ટીના નેતા સાથે મુલાકાત કરી ન હતી.

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની EDની પૂછપરછ પર પણ મમતા બેનર્જી સંપૂર્ણપણે મૌન રહ્યા. મમતા બેનર્જીના મૌનને લઈને વિપક્ષ સતત ટીએમસી પર નિશાન સાધી રહ્યું છે. સીએમ મમતા બેનર્જીએ દિલ્હી પ્રવાસ દરમિયાન મીડિયા સાથે વાત કરી નથી અને બપોરે 2 વાગ્યે કોલકાતાની ફ્લાઈટ પકડીને કોલકાતા જવા રવાના થઈ ગયા છે.

Next Article