અભિનેત્રી-મૉડલ કાદમ્બરી જેઠવાની સતામણીના મામલામાં ત્રણ IPS અધિકારી સસ્પેન્ડ

|

Sep 17, 2024 | 1:50 PM

ઓગસ્ટમાં કાદમ્બરી જેઠવાનીએ NTR પોલીસ કમિશનર એસવી રાજશેખર બાબુને ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી, જેમાં અધિકારીઓ પર YSR કોંગ્રેસ પાર્ટીના નેતા અને ફિલ્મ નિર્માતા KVR વિદ્યાસાગર સાથેની મિલીભગતનો આરોપ લગાવ્યો હતો.

અભિનેત્રી-મૉડલ કાદમ્બરી જેઠવાની સતામણીના મામલામાં ત્રણ IPS અધિકારી સસ્પેન્ડ

Follow us on

અભિનેત્રી-મૉડલ કાદમ્બરી જેઠવાણી કેસમાં આંધ્રપ્રદેશ સરકારે મોટી કાર્યવાહી કરી છે. આંધ્રપ્રદેશ સરકારે ત્રણ આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આંધ્ર પ્રદેશ સરકારે જેઠવાની કેસમાં ત્રણ IPS અધિકારીઓ, પીએસઆર અંજનેયુલુ, કાંતિ રાણા ટાટા અને વિશાલ ગુનીને સસ્પેન્ડ કર્યા છે.  મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સસ્પેન્શન ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે.

તપાસમાં સામે આવ્યુ છે કે આ અધિકારીઓ વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતા સાથે મળીને જેઠવાણીને હેરાન કરતા હતા. રાજ્ય સરકારની વેબસાઇટ અનુસાર, સસ્પેન્શનને ગુપ્ત રાખવામાં આવ્યું છે. આ આદેશો પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ના અહેવાલના આધારે જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ, અધિક પોલીસ અધિક્ષક (ACP) હનુમંથરાવ અને ઇબ્રાહિમપટ્ટનમ સર્કલ ઇન્સ્પેક્ટર (CI) સત્યનારાયણને પણ આ જ કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ફિલ્મ પ્રોડ્યુસર કેવીઆર વિદ્યાસાગર સાથે મિલીભગતનો આરોપ

ઓગસ્ટમાં કાદમ્બરી જેઠવાનીએ NTR પોલીસ કમિશનર એસવી રાજશેખર બાબુને ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી, જેમાં અધિકારીઓ પર YSR કોંગ્રેસ પાર્ટીના નેતા અને ફિલ્મ નિર્માતા KVR વિદ્યાસાગર સાથેની મિલીભગતનો આરોપ લગાવ્યો હતો.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

વિદ્યાસાગરે ફેબ્રુઆરીમાં તેમની સામે બનાવટી અને ખંડણીનો કેસ દાખલ કર્યો હતો. જેઠવાણીએ આક્ષેપ કર્યો હતો કે ટોચના પોલીસ અધિકારીઓ વિદ્યાસાગર સાથે મળીને તેમને અને તેમના માતા-પિતાને હેરાન કરવા માટે કાવતરું ઘડી રહ્યા હતા અને તેમને કોઈપણ પૂર્વ માહિતી વિના મુંબઈથી વિજયવાડા લઈ જવામાં આવ્યા હતા.

પરિવારે 40 દિવસ કસ્ટડીમાં વિતાવ્યા

મુંબઈમાં રહેતી જેઠવાનીએ આરોપ મૂક્યો હતો કે પોલીસે તેનું અપમાન કર્યું હતું અને તેને અને તેના વૃદ્ધ માતા-પિતાને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લીધા હતા, જેના કારણે તેના પરિવારને 40 દિવસથી વધુની ન્યાયિક કસ્ટડીમાં વિતાવ્યો હતો.

તપાસમાં જાણવા મળ્યું કે અંજનેયુલુએ અન્ય બે અધિકારીઓને મહિલાની ધરપકડ કરવા માટે સૂચના આપી હતી, અને ત્યાં સુધી એફઆઈઆર પણ નોંધવામાં આવી ન હતી. FIR 2 ફેબ્રુઆરીએ નોંધવામાં આવી હતી, જ્યારે મહિલાની ધરપકડ માટે કથિત રીતે 31 જાન્યુઆરીએ જ સૂચના જાહેર કરવામાં આવી હતી.

આ ત્રણ અધિકારીઓ એવા 16 IPS કર્મચારીઓમાં સામેલ હતા જેમને અગાઉ મેમો જારી કરવામાં આવ્યો હતો અને કોઈ પણ સત્તાવાર પોસ્ટિંગ વિના દિવસમાં બે વખત પોલીસ મહાનિર્દેશકની કચેરીને રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

 

Published On - 1:46 pm, Tue, 17 September 24

Next Article