આ વખતે દારૂ માટે નહી પરંતુ પુસ્તકો માટે અહીં લાગી લાઈન, સોશિયલ મીડિયા પર છવાઇ ગયો ફોટો

|

Aug 14, 2021 | 11:04 AM

આ ફોટો ટ્વિટર પર @diptakirti નામના યુઝરે શેર કર્યો છે. પ્રકાશકે 11થી15 ઑગષ્ટ સુધી પોતાના ઇન-સ્ટોર કેટલોગ પર 50 ટકાની છૂટ આપેલી છે. જેને તેમણે સ્વતંત્રતા દિવસ બુક બજાર નામ આપ્યુ છે.

આ વખતે દારૂ માટે નહી પરંતુ પુસ્તકો માટે અહીં લાગી લાઈન, સોશિયલ મીડિયા પર છવાઇ ગયો ફોટો
Long queues of people

Follow us on

લોકડાઉનની જાહેરાત પહેલા દારૂની દુકાનો સામે લાંબી લાઈનો યાદ છે? એટલું જ નહીં, લોકડાઉન બાદ જ્યારે વાઇન શોપ ખુલી ત્યારે પણ કતારમાં રહેલા લોકો દારૂની બોટલ માટે એકબીજાની ઉપર ચડતા જોવા મળ્યા હતાએટલું જ નહીં, ‘ડ્રાય ડે’ પહેલા પણ દારૂની દુકાનો પર ભારે ભીડ જોવા મળે છે. પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક અલગ જ દૃશ્ય જોવા મળ્યું.  હા, કોલકાતાની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઇ લાગી રહ્યુ છે કે કતારો માત્ર દારૂ માટે જ નહીં પણ પુસ્તકો માટે પણ હોઈ શકે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરમાં, લોકો કોલકત્તાના એક પ્રકાશકની દુકાન સામે લાંબી લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. આ ફોટો ટ્વિટર પર @diptakirti નામના યુઝરે શેર કર્યો છે. તેણે તેના કેપ્શનમાં લખ્યું, ‘આ તસવીર કોલકાતાની છે. જ્યાં એક પ્રકાશકની દુકાન સામે લોકો કતારમાં ઉભા જોવા મળ્યા હતા. તેમણે આગળ લખ્યું, ‘દરેક શહેર દારૂ માટે લાઈન લગાવે છે. માત્ર કોલકાતામાં પુસ્તકો માટે લાઇન છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જે બાદ તેણે કહ્યું કે આ તસવીર કોલકાતામાં Dey’s પબ્લિશિંગ શોપની છે, જેની સામે ઘણા લોકો પુસ્તકો ખરીદવા માટે લાઈનમાં ઉભા છે.   હકીકતમાં પ્રકાશકે 11થી15 ઑગષ્ટ સુધી પોતાના ઇન-સ્ટોર કેટલોગ પર 50 ટકાની છૂટ આપેલી છે. જેને તેમણે સ્વતંત્રતા દિવસ બુક બજાર નામ આપ્યુ છે. જેના કારણે લોકની ભીડ પુસ્તકો ખરીદવા માટે ઉમટી છે. લોકો કોલકાતાના લોકોની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

 

જો કે, ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા કે ઓનલાઈન પુસ્તક ઓર્ડર કરવાને બદલે, કોરોના સમયગાળા દરમિયાન લોકો લાંબી લાઈનમાં કેમ ઉભા રહ્યા ?  લોકો આ ફોટો માત્ર એકબીજા સાથે શેર કરી રહ્યા નથી પરંતુ તેના પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચોશું તમે ક્યારે પણ વિચાર્યું છે કે ઈમોજીનો કલર પીળો જ કેમ રાખવામાં આવે છે? આ છે જવાબ

આ પણ વાંચોસ્પીચ દરમિયાન નામ ભૂલી ગયા પાકિસ્તાનના વડાપ્રધાન, વીડિયો થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ

Published On - 8:11 am, Sat, 14 August 21

Next Article