REPUBLIC DAY: આ વખતે ગણતંત્ર દિવસ પર કોઈ ના હતા મુખ્ય મહેમાન, જાણો ક્યારે-ક્યારે આવું થયું

|

Jan 26, 2021 | 10:53 AM

દેશભરમાં આજે પ્રજાસતાક દિવસની(REPUBLIC DAY) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વજારોહણ કરશે અને પરેડને(PARADE) સલામી આપશે.

REPUBLIC DAY: આ વખતે ગણતંત્ર દિવસ પર કોઈ ના હતા મુખ્ય મહેમાન, જાણો ક્યારે-ક્યારે આવું થયું
Republic Day

Follow us on

દેશભરમાં આજે પ્રજાસતાક દિવસની(REPUBLIC DAY) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વજારોહણ કરશે અને પરેડને(PARADE) સલામી આપશે. પરંતુ આ પ્રજાસતાક દિવસ પર આખો દેશ જેને યાદ કરશે તે છે મુખ્ય મહેમાન. આ પ્રજાસતાક દિવસ પર કોઈ મુખ્ય મહેમાન ના હતા. આ પાછળનું કારણ કોરોનાની મહામારી છે.

છેલ્લા પાંચ દાયકામાં પહેલીવાર બનશે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં કોઈ મુખ્ય મહેમાન નહીં હોય. તેમજ આર્મીના દિગ્ગજ, મોટરસાયકલ સ્ટંટ બતાવનારા લોકો પરેડનો હિસ્સો નહીં હોય. કોરોના પ્રતિબંધોને કારણે પરેડની લંબાઈ પણ ઓછી કરવામાં આવી છે. આ વખતે પરેડ લાલ કિલ્લા પહેલા રાષ્ટ્રીય સ્ટેડિયમમાં જ સમાપ્ત થશે.

બ્રિટનમાં ફેલાઈ રહેલા કોરોના નવા સ્ટ્રોનની અસર ભારતના પ્રજાસતાક દિવસની ઉજવણી પર પડી. જેના કારણે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનએ તેના ભારતના પ્રવાસને રદ્દ કરવો પડ્યો છે. બોરીસ જોન્સન 26 જાન્યુઆરીના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાના હતા. બોરિસ જોન્સનએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) સાથે વાત કરી હતી અને ભારત આવવામાં અસમર્થતા દર્શાવી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જોનસનએ કહ્યું કે તેમના માટે બ્રિટનમાં રહેવું જરૂરી છે જેથી તે કોરોનાની(CORONA) મહામારીને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. જો કે, બ્રિટિશ વડાપ્રધાને પણ આભાર માન્યો કે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં તેમને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા.

જોનસનની મુલાકાત રદ થયા પછી આ ચોથી વખત છે, જ્યારે 26 જાન્યુઆરીએ કોઈ વિદેશી મુખ્ય મહેમાન નહીં આવે. આ અગાઉ 1952, 1953 અને 1966 ની સાલમાં વિદેશી મહેમાનો વિના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

કોરોનાની મહામારીને કારણે આ વર્ષે કારણે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ વખતે પરેડની લંબાઈ ટૂંકી રાખવામાં આવી છે. જ્યારે એનસીસી કેડેટ્સની સંખ્યા પણ ઓછી રાખવામાં આવી છે. દર વર્ષે પરેડ જોવા આવતા સામાન્ય લોકોની સંખ્યામાં પણ ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, પ્રજાસત્તાક દિવસ અંગે ઉત્સાહનો અભાવ નથી.

Next Article