ચોરે દુકાનમાં કરી ચોરી, પછી થયુ હ્રદય પરિવર્તન, પાછો આપી ગયો સામાન અને એક સોરી નોટ !

|

Dec 24, 2021 | 6:46 PM

40 હજારની લોન લઇને શરૂ કરેલી દુકાનમાં જ્યારે માલિક પહોંચ્યો તો દુકાનનું તાડુ તૂટેલું હતુ અને કેટલોક સામાન ચોરી થઇ ચૂક્યો હતો.

ચોરે દુકાનમાં કરી ચોરી, પછી થયુ હ્રદય પરિવર્તન, પાછો આપી ગયો સામાન અને એક સોરી નોટ !
Thieves from uttar pradesh return stolen goods with apology note

Follow us on

ઉત્તર પ્રદેશમાંથી (Uttar Pradesh) ચોરીનો એક રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના બાંદા (Banda District) જિલ્લામાં ચોરોએ એક ગરીબની દુકાનમાં ચોરી કરી. આ પછી જે પણ કઇંક થયુ તે વિશે જાણીને તમે પણ વિચારમાં પડી જશો. આ કિસ્સાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઇ રહી છે કારણ કે આ ચોરોને જ્યારે ખબર પડી કે તેણે કોઇ ગરીબ વ્યક્તિના મહેનતના પૈસા ચોરી લીધા છે તો તેનું હ્રદય પરિવર્તન થઇ ગયુ અને ચોર તેની દુકાનમાંથી ચોરી કરેલો સામાન પાછો આપી ગયો.

મળતી માહિતી મુજબ, બાંદા જિલ્લાના બિસંડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદ્રાયલ ગામનો રહેવાસી દિનેશ તિવારી ખૂબ જ ગરીબ છે. થોડા સમય પહેલા તેણે 40 હજાર રૂપિયાની લોન લઈને વેલ્ડીંગની દુકાન ખોલી હતી. દરરોજની જેમ 20 ડિસેમ્બરની સવારે જ્યારે તે તેની દુકાને પહોંચ્યો ત્યારે તેના હોશ ઉડી ગયા. તેની દુકાનનુ તાળુ તૂટેલું હતુ અને કેટલીક વસ્તુઓની ચોરી થઇ ગઇ હતી. આ પછી તેણે બિસંડા પોલીસ સ્ટેશનમાં ચોરીની જાણ કરી.

જોકે પોલીસ સ્ટેશનમાં કોઈ ઈન્સ્પેક્ટર ન હતા, આ કારણે ફરિયાદ નોંધાઈ શકી ન હતી. ઘટનાના બે દિવસ પછી તેને ક્યાંકથી ખબર પડી કે તેનો ચોરાયેલો સામાન ગામમાં એક ખાલી જગ્યાએ પડ્યો છે. ખરેખર, ચોરોએ તેમનો સામાન ત્યાં રાખી દીધો હતો. ચોરી બાદ જ્યારે ચોરોને ખબર પડી કે દિનેશ તિવારી ખૂબ જ ગરીબ છે, ત્યારે ચોરનું હ્રદય પરિવર્તન થયુ. આ સિવાય તે એકદમ ભાવુક થઈ ગયો હતો. તેથી જ ચોરોએ દિનેશ તિવારીની એક ચિઠ્ઠી લખીને માફી પણ માંગી હતી.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

ચોરે લેટરમાં લખ્યું હતું કે, ‘આ દિનેશ તિવારીનો સામાન છે. અમને તમારા વિશે બહારના લોકો પાસેથી જાણવા મળ્યું. અમને ખબર પડી કે તે એક સામાન્ય વ્યક્તિ છે અને ગરીબ છે. આ જાણીને અમને દુખ થયું એટલા માટે અમે ચોરેલો સામાન પાછો આપીએ છીએ. આ સમગ્ર ઘટના પર બિસંડા પોલીસ સ્ટેશનના SHO પણ આશ્ચર્યચકિત છે. તેમણે કહ્યું કે ચોર ચોરી કરે અને સામાન પરત કરી દે તે હાસ્યાસ્પદ છે. આટલા વર્ષોના કામમાં તેણે આવું ક્યારેય જોયું ન હતું. તેણે કહ્યું કે આ એક ફિલ્મ જેવું બની ગયું છે.

 

આ પણ વાંચો –

Paper Leak Case : સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતને HCએ વચગાળાની રાહત આપી, 17 જાન્યુઆરી સુધી ધરપકડ પર રોક

આ પણ વાંચો –

Ahmedabad: પેટ્રોલપંપની ડીલરશીપ આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપીંડી, ક્રાઇમ બ્રાંચે વધુ એક આરોપીની દિલ્હીથી કરી ધરપકડ

Next Article