સરહદ ઉપર પૂલ બાંધવાના મુદ્દે ભારત-ચીનના સૈન્ય જવાનો વચ્ચે થઈ હિંસક અથડામણ

|

Jun 17, 2020 | 12:14 PM

લદાખના ગલવાન ખીણ પ્રદેશમાં ભારતીય સરહદમાં બંધાઈ રહેલા પૂલનો, ચીનની પિપલ્સ લિબરેશન આર્મીએ (પીએલએ) વિરોધ કર્યો હતો. જેને ભારતીય જવાનોએ ગણકાર્યો નહી, પરિણામે બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ. દેશની સરહદોને સુરક્ષીત કરવાના ભાગરૂપે કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાય વર્ષોથી સરહદ પરના દુગર્મ સ્થળોએ માર્ગ બાંધવાનું શરુ કર્યું છે. ભારતની આ વિકાસલક્ષી કામગીરીનો ચીન […]

સરહદ ઉપર પૂલ બાંધવાના મુદ્દે ભારત-ચીનના સૈન્ય જવાનો વચ્ચે થઈ હિંસક અથડામણ

Follow us on

લદાખના ગલવાન ખીણ પ્રદેશમાં ભારતીય સરહદમાં બંધાઈ રહેલા પૂલનો, ચીનની પિપલ્સ લિબરેશન આર્મીએ (પીએલએ) વિરોધ કર્યો હતો. જેને ભારતીય જવાનોએ ગણકાર્યો નહી, પરિણામે બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ. દેશની સરહદોને સુરક્ષીત કરવાના ભાગરૂપે કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાય વર્ષોથી સરહદ પરના દુગર્મ સ્થળોએ માર્ગ બાંધવાનું શરુ કર્યું છે. ભારતની આ વિકાસલક્ષી કામગીરીનો ચીન સતત વિરોધ કરતુ આવ્યુ છે અને આ વિરોધના ભાગરુપે જ ગલવાન ખીણ પ્રદેશમાં બંધાઈ રહેલા પૂલનો ચીને કરેલો વિરોધ બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે હિંસામાં પરિણામ્યો.

કાશ્મીર-લદાખથી લઈને અસામ-અરુણાચલ પ્રદેશ સુધી ચીનની સરહદ દુગર્મ પહાડી વિસ્તારો સાથે જોડાયેલી છે. ભૂતકાળમાં આ સરહદો સુધી પહોચવા માટે સૈન્ય જવાનોને પારાવાર મુશ્કેલી અનુભવવી પડતી હતી. ભારતની સરહદને વધુ મજબૂત કરવાના ભાગરુપે વિવિધ રાજ્યો સાથે જોડાયેલી ચીનની સરહદોને જોડતા ભારતીય વિસ્તારમાં રોડ પૂલ બનાવવામાં આવી રહ્યાં છે. જે ચીનને પસંદ નથી. ભારતની આ પ્રકારની કામગીરીનો કોઈને કોઈ બહાને ચીન વિરોધ કરતુ આવ્યું છે. આવો જ વિરોધ લદાખના ગલવાન ખીણ પ્રદેશમાં ચીન દ્વારા કરાતા, ભારતીય સૈન્ય સાથે અથડામણમાં ઉતરવુ પડ્યું.

જો કે ચીન આ મુદ્દે દુનિયાને ગેરમાર્ગે દોરવા માટે ખોટુ બોલીને કહી રહી છે કે ભારતીય સૈન્ય પોતાની સરહદમાં પ્રવેશી રહ્યું હતુ. જેનો પીએલએ દ્વારા વિરોધ કરવામાં આવતા હિસક અથડામણ થઈ. આ અથડામણ ચીન દ્વારા પૂર્વઆયોજીત હોવાનું સાબિત થઈ રહ્યું છે. ભારતીય લશ્કરની બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ)ના જવાનો પૂલનુ બાંધકામ કરી રહ્યાં હતા તેમને ચીનના પીએલએ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. આ હિંસક અથડામણની જાણ થતા જ બીઆરઓના બેકઅપમાં રહેલ ભારતીય સૈન્યના જવાનો દોડી આવ્યા હતા અને ચીનના પીએલએના જવાનોને મારી હટાવ્યા હતા.  જુઓ વિડીયો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Next Article