વિશ્વનું દુર્લભ ફૂલ ખીલશે ભારતમાં, આ ફૂલને જોવા માટે પ્રવાસીઓ 12 વર્ષ સુધી જુએ છે રાહ

|

Apr 04, 2021 | 2:56 PM

આજે અમે તમને એક ફૂલની વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ જે બાર વર્ષમાં એકવાર ખીલે છે અને તેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. અમે વાત કરી રહ્યા છીએ 'નીલકુરિનજી' ફૂલ (Neelakurinji flower) વિશે. દુનિયાનું દુર્લભ ફૂલ જે 12 વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે છે.

વિશ્વનું દુર્લભ ફૂલ ખીલશે ભારતમાં, આ ફૂલને જોવા માટે પ્રવાસીઓ 12 વર્ષ સુધી જુએ છે રાહ
દુર્લભ ફૂલ

Follow us on

ભારતને કુદરતની દેન માનવામાં આવે છે. ભારતના ગામડાઓમાં, શહેરમાં, પહાડોમાં એ ગુફાઓમાં કુદરતના એવા રાજ છુપાયેલા હોય છે જેના પરથી પડદો ઊઠતાંજ માણસ હેરાન થઇ જાય છે.આજે અમે મને દક્ષિણ ભારતના એક ખુબસુરત રાજ્ય કેરળના એક નાના શહેર મુન્નાર વિષે બતાવવા જઈ રહ્યા છીએ, જ જાણીને તમને ખુશી થશેકે આ એજ શહેર છે જ્યાં ભારતનું સૌથી ખુબસુરત રહસ્ય છુપાયેલું છે.

આજે અમે તમને એક ફૂલની વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ જે બાર વર્ષમાં એકવાર ખીલે છે અને તેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. અમે વાત કરી રહ્યા છીએ ‘નીલકુરિનજી’ ફૂલ (Neelakurinji flower) વિશે. દુનિયાનું દુર્લભ ફૂલ જે 12 વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે છે.

નીલકુરિનજી (Neelakurinji flower) એક મોનોકાર્પિક પ્લાન્ટ છે જે ઘણા વર્ષો પછી ખીલે છે અને ઝડપથી સુકાઈ જાય છે. જે પછી ફરીથી તૈયાર થવા માટે ઘણો સમય લે છે. તે ફૂલની એક પ્રજાતિ છે જે વિશ્વમાં ક્યાંય પણ ખીલતી નથી.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

આ ફૂલ વિશે એક પુસ્તક કહેવામાં આવ્યું છે કે કેરળની વન જાતિના લોકો આ ફૂલને પ્રેમનું પ્રતીક માને છે. સ્થાનિક લોકો અનુસાર ભગવાન મુરુગાએ એક આદિજાતિ શિકારી વલ્લી સાથે નીલકૂરિનજીના ફૂલોની માળા પહેરીને લગ્ન કર્યા હતા.

વિશ્વનું દુર્લભ ફૂલ

આ ફૂલનું ખીલવું આખા કેરળની સમૃદ્ધિનું પ્રતીક છે. કેરળમાં આ ફૂલ ખીલવાને કારણે પર્યટન વ્યવસાય વિકસે છે. નીલકુરિનજી ફૂલ કરતાં તેનાથી વધુ દુર્લભ છે તેનું મધ. જેને કુરિનજીધન કહેવામાં આવે છે. મધમાખીને આ ફૂલનો રસ ગમે છે, પરંતુ ફક્ત સ્થાનિક આદિવાસીઓને જ આ દુર્લભ મધ મળી શકે છે અને તે બજારમાં વેચાય નહીં.

વર્ષ 2018 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીલકુરેનજીના ફૂલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણે બધાં 12 વર્ષમાં યોજાનારા મહાકુંભ મેળા વિશે જાણીએ છીએ, પરંતુ જાણતા નથી કે નીલકૂરેનજીનું ફૂલ પણ 12 વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે છે.

નીલકુરિનજી એ સ્ટ્રોબિલેન્થુસ જાતિનું ફૂલ છે. સ્ટ્રોબિલેન્થસ ફૂલોની 350 જાતિઓ પૈકી એક છે. જેમાંથી 60 જાતિઓ સમગ્ર ભારતના ઉપખંડમાં ફેલાયેલી છે. તે ફૂલની એક પ્રજાતિ છે જે 10, 12 અને 16 વર્ષમાં જુદા જુદા સમયે ખીલે છે. આ ફૂલને ખીલવા માટે લાંબો સમય લાગે છે પરંતુ ખીલ પછી વાતાવરણ આહલાદક લાગે છે.

Next Article