મધ્યપ્રદેશમાં શરુ થઈ શિક્ષણની દિવાલ, જરુરિયાતમંદ બાળકો હવે સરળતાથી મેળવી શકશે પુસ્તકો

|

Jan 02, 2021 | 7:07 PM

જરુરિયાતમંદ તેમજ હોશિયાર બાળકોના ભણતરમાં પુસ્તક ક્યારેય બાધા ન બને તે માટે એમપીના ઈન્દોર શહેરમાં એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મધ્યપ્રદેશમાં શરુ થઈ શિક્ષણની દિવાલ, જરુરિયાતમંદ બાળકો હવે સરળતાથી મેળવી શકશે પુસ્તકો

Follow us on

જરુરિયાતમંદ તેમજ હોશિયાર બાળકોના ભણતરમાં પુસ્તક ક્યારેય બાધા ન બને તે માટે એમપીના ઈન્દોર શહેરમાં એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશમાં પહેલીવાર ઈન્દોરમાં બાળકોની મદદ માટે શિક્ષણની દિવાલ તૈયાર કરવામાં આવી છે. ઈન્દોરનાના ગ્રેટર કૈલાશ રોડ પર શિક્ષણની દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંયા લોકો પોતાના બાળકોના બિનઉપયોગી પુસ્તકો, સ્ટેશનરી અને અન્ય વસ્તુઓ મુકી જાય છે. જે પણ શિક્ષણ સામગ્રી ભેગી થશે તે જરુરિયાતમંદ બાળકોને આપવામાં આવશે.

 

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઈન્દોરના ગ્રેટર કૈલાશ રોડ પર પહેલા નેકીની દિવાલ બનાવવામાં આવી હતી. જેના પર લોકો કપડા અને સામાન મુકીને જાય છે. જરુરિયાતમંદ લોકો આ સામાનનો ઉપયોગ કરી શકે છે. શિક્ષણની દિવાલ પર બોક્સ હશે. આ બોક્સમાં જરુરિયાતમંદ વિદ્યાર્થી પોતાને જે પુસ્તક જોઈએ છે તે લખીને ચિઠ્ઠી નાખશે અને તે ચિઠ્ઠી પર લખેલી જાણકારી મુજબ વિદ્યાર્થીને પુસ્તકો આપવામાં આવશે.

 

 

ઈન્દોરના ગ્રેટર કૈલાશ રોડ પર પહેલા નેકીની દિવાલ બનાવવામાં આવી હતી. જેના પર લોકો કપડા અને સામાન મુકીને જાય છે. જરુરિયાતમંદ લોકો આ સામાનનો ઉપયોગ કરી શકે છે. દેશના  કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં નેકીની દિવાલ શરુ કરવામાં આવી છે. અહીંયા આવી જરુરિયાતમંદ લોકો પોતાની જરુરિયાત પ્રમાણે સામાન લઈ જાય છે અને કેટલાય લોકો પોતાની બિનઉપયોગી વસ્તુઓ અહીંયા મુકી જાય છે.

 

Published On - 7:06 pm, Sat, 2 January 21

Next Article