Coronaથી મોતને ભેટેલા લોકોના પરિવારોને મળે રાહત, સુપ્રીમે કેન્દ્રને મોકલી નોટિસ

|

May 24, 2021 | 7:02 PM

ઉચ્ચ ન્યાયાલયે (Supreme Court) આજે કોરોના વાયરસના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 4 લાખ રૂપિયાની રાહત આપવાના અનુરોધવાળી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી છે.

Coronaથી મોતને ભેટેલા લોકોના પરિવારોને મળે રાહત, સુપ્રીમે કેન્દ્રને મોકલી નોટિસ
SupremeCourt of India - File Photo

Follow us on

ઉચ્ચ ન્યાયાલયે (Supreme Court) આજે કોરોના વાયરસના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 4 લાખ રૂપિયાની રાહત આપવાના અનુરોધવાળી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી છે. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટે આ મામલાને લઈને કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. જો કે કોવિડ-19થી મૃત્યુ પામનારના મૃત્યુ પ્રમાણ પત્ર (death certificate) જારી કરવાને લઈને સમાન નીતિની માંગવાળી અરજી પર સરકારને સવાલ કર્યો છે કે શું કોરોનાથી પીડિત લોકો માટે કોઈ એક સમાન પોલિસી છે?

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

10 દિવસમાં માંગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્રને નોટિસ મોકલીને 10 દિવસમાં જવાબની માંગ કરી છે. આપને જણાવી દઈએ કે જાહેરહિતની અરજીમાં માંગ કરવામાં આવી છે કે કોર્ટ રાજ્ય સરકારોને નિર્દેશ આપે કે મૃત્યુ પ્રમાણ પત્ર (Death Certificate) અથવા તો અન્ય કોઈ માન્ય દસ્તાવેજમાં મોતનું કારણ કોરોના વાયરસ ટાંકવામાં આવે.

 

સમાન નીતિ અપનાવવાનો આપ્યો નિર્દેશ

સુનાવણી દરમ્યાન નયાયમુર્તિ અશોક ભુષણ અને ન્યાયમૂર્તિ MR શાહની બેન્ચે કોવિડ 19થી મૃત્યુ પામેલા લોકોના મરણ દાખલા જારી કરવા માટે Indian Council of Medical Research (ICMR)ના દિશા-નિર્દેશ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે કહ્યું કે આ માટે થઈને એક સમાન નીતિ અપનાવામાં આવે.

 

 

બે અલગ અલગ અરજીઓ પર ચાલી રહી હતી સુનાવણી
કોર્ટ બન્ને અલગ અલગ અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ અરજીઓમાં કેન્દ્રને રાજ્યોએ વર્ષ 2005ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત સંક્રમણને કારણે જીવ ગુમાવનાર લોકોના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની અને મરણ દાખલા જારી કરવા માટે સમાન નીતિ અપનાવવાના નિર્દેશ આપવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

 

 

આગળની સુનાવણી માટે 11 જૂનની તારીખ નક્કી કરવામાં આવી

બેઠકે કહ્યું કે, ‘જ્યાં સુધી માન્ય દસ્તાવેજ અથવા તો મરણ દાખલામાં એમ નથી કહેવામાં આવ્યું કે મૃતકનું મૃત્યુ કોરોનાના કારણે થયું છે, ત્યાં સુધી મૃતકના પરિવારને કોઈ પણ યોજના (અગર જો કોઈ છે) થકી રાહત/સહાયનો દાવો કરી શકશે નહીં.’ કેન્દ્રોને પોતાનું વલણ સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપવાના હેતુથી કોર્ટે આગળની સુનાવણીની તારીખ 11 જૂન નક્કી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : Sikkim: 100 બૌદ્ધ ભિક્ષુઓ કોરોના પોઝિટિવ, બૌદ્ધ મઠો પર વિશેષ ધ્યાન આપતી રાજ્ય સરકાર

Next Article