પીરિયડ દરમિયાન રજા આપવા સંબંધિત અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કાયદાના વિદ્યાર્થીઓને CJIએ આપી આ સલાહ

|

Feb 24, 2023 | 8:16 PM

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ (CJI DY Chandrachud), ન્યાયાધીશ પીએસ નરસિમ્હા, ન્યાયાધીશ જેબી પારડીવાલાની બેન્ચે આ મામલાની સુનાવણી કરતા કહ્યું હતું કે આ એક નીતિ વિષયક હોવાથી અરજદારોએ કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં અરજી કરવી જોઈએ.

પીરિયડ દરમિયાન રજા આપવા સંબંધિત અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કાયદાના વિદ્યાર્થીઓને CJIએ આપી આ સલાહ
Supreme Court
Image Credit source: File Photo

Follow us on

સુપ્રીમ કોર્ટે શુક્રવારે (24 ફેબ્રુઆરી) પીરિયડ દરમિયાન વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓને રજા આપવા સંબંધિત અરજીને ફગાવી દીધી હતી અને અરજદારોને આ મામલે કેન્દ્ર સરકાર સમક્ષ અરજી કરવાનું સૂચન કર્યું હતું. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ (CJI DY Chandrachud) ન્યાયાધીશ પીએસ નરસિમ્હા, ન્યાયાધીશ જેબી પારડીવાલાની બેન્ચે આ મામલાની સુનાવણી કરતા કહ્યું હતું કે આ એક નીતિ વિષયક હોવાથી અરજદારોએ કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં અરજી કરવી જોઈએ.

આ પણ વાંચો: Rajkot: સાયબર ક્રાઈમ પોલીસે છેલ્લા એક વર્ષમાં ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા લોકોના 1.39 કરોડ રૂપિયા પરત અપાવ્યા

કાયદાના વિદ્યાર્થીઓને CJI ચંદ્રચુડની સલાહ

આપને જણાવી દઈએ કે પીરિયડ દરમિયાન મહિલાઓ માટે રજા સાથે જોડાયેલી અરજી સિવાય કાયદાના એક વિદ્યાર્થીએ પણ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન જ્યારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સમક્ષ કેવિયેટ આવી ત્યારે તેમણે વિદ્યાર્થીને સલાહ આપી કે, ‘તમે લાઈબ્રેરીમાં જઈને અભ્યાસ કરો, કોર્ટની કાર્યવાહીમાં દખલ કરવાનો શું અર્થ છે? તમારૂ અહીં કોઈ કામ નથી. CJI એ એમ પણ કહ્યું કે આ કેવિએટ માત્ર પબ્લિસિટી મેળવવા માટે દાખલ કરવામાં આવી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કાયદાના વિદ્યાર્થીઓ આવી બાબતોમાં ઝંપલાવે. જો કે, સુપ્રીમ કોર્ટની બેંચ કેવિએટ સ્ટુડન્ટની દલીલ સાથે સંમત થતી દેખાઈ હતી કે જો આ પ્રકારની રજા ફરજ પાડવામાં આવે તો સંસ્થાઓ મહિલાઓને નોકરીઓ આપવા પર કાપ મૂકી શકે છે.

Zomato અને Byjus પીરિયડ લીવ આપે છે

આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં દેશભરની ગર્લ સ્ટુડન્ટ્સ અને વર્કિંગ વુમન માટે પીરિયડ્સ દરમિયાન રજા આપવાની માંગ કરવામાં આવી હતી. પિટિશનમાં ખાસ કરીને ઝોમેટો, બાયજુઝ, સ્વિગી, માતૃભૂમિ, એઆરસી ગ્રુપ જેવી કંપનીઓને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે આ કંપનીઓ પેઇડ પીરિયડ લીવ આપે છે અને તેના આધારે સુપ્રીમ કોર્ટને માંગ કરવામાં આવી હતી કે રાજ્ય સરકારોને પીરિયડ લીવ માટે નિયમો બનાવવાનો આદેશ આપે.

અરજીમાં મેઘાલયનું ઉદાહરણ

પિટિશનમાં મેટરનિટી બેનિફિટ એક્ટની કલમ 14ને અસરકારક રીતે લાગુ કરવાની માંગ પણ કરવામાં આવી હતી. આ કાયદાના અસરકારક અમલીકરણ માટે નિરીક્ષકની નિમણૂકની જોગવાઈ છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર મેઘાલય સરકારે વર્ષ 2014માં આવા નિરીક્ષકોની નિમણૂક માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે મહિલાઓને પીરિયડ લીવથી વંચિત રાખવું એ બંધારણની કલમ 14 એટલે કે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે.

Next Article