AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રદ્ધાળુઓ માટે ખુશખબર : 118 વર્ષ બાદ ખુલશે કોણાર્ક મંદિરનું ગર્ભગૃહ, જાણો આ ગર્ભગૃહનો રસપ્રદ ઈતિહાસ

કોણાર્ક મંદિર ફરી એકવાર મંદિરમાં રાખવામાં આવેલી માટીને લઈને ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ આ માટીને મંદિરમાંથી દુર કરવામાં આવશે.

શ્રદ્ધાળુઓ માટે ખુશખબર : 118 વર્ષ  બાદ ખુલશે કોણાર્ક મંદિરનું ગર્ભગૃહ, જાણો આ ગર્ભગૃહનો રસપ્રદ ઈતિહાસ
Konark Temple (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 3:14 PM
Share

Konark Temple History: ઓડિશાનું પ્રખ્યાત કોણાર્ક સૂર્ય મંદિર (Konark Sun Temple) ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. મળતા અહેવાલ અનુસાર, હવે કોણાર્ક સૂર્ય મંદિરના ગર્ભગૃહ પરિસરમાં દટાયેલી માટીને સુરક્ષિત રીતે કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (Archaeological Survey of India)આ મંદિરમાંથી માટી કાઢવાનું આયોજન કરી રહ્યુ છે, તેથી 118 વર્ષ બાદ આ મંદિરનુ ગર્ભગૃહ ખુલશે.

અહેવાલો અનુસાર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને હાલમા આ મંદિર પુરાતત્વ વિભાગ હેઠળ છે. આ માટે કેટલીક સમિતિઓની પણ રચના કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જગમોહન કેમ્પસની અંદર ફસાયેલી માટીને હટાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આવી સ્થિતિમાં જાણો કયા કારણોસર આ માટી દબાઈ હતી અને આટલા વર્ષો સુધી મંદિરનુ ગર્ભગૃહ કેમ બંઘ રહ્યુ ?

શું છે સમગ્ર મામલો ?

અહેવાલ મુજબ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ઓડિશામાં સૂર્ય મંદિરના આંતરિક ભાગોમાંથી માટીને સુરક્ષિત રીતે દૂર કરવા માટે રોડમેપ તૈયાર કરી રહ્યું છે. આ ભાગને ગર્ભગૃહ કહેવામાં આવી રહ્યુ છે, જે આ મંદિરનો મધ્ય ભાગ છે. તમે પણ વિચારી રહ્યા હશો કે મંદિરમાંથી માટી કાઢવાનો મામલો આટલો ગંભીર કેમ છે. ત્યારે તમને જણાવી દઈએ કે, ઘણા વર્ષો પહેલા મંદિરની હાલત જર્જરિત થઈ ગઈ હતી અને એવું લાગતું હતું કે મંદિર તૂટી ન જાય, તેથી તે માટે તેને બચાવવા માટે માટી ભરવામાં આવી હતી.

માટીનો રસપ્રદ ઈતિહાસ

આ અહેવાલ અનુસાર, 13મી સદીમાં બનેલું આ મંદિર વર્ષ 1903માં માટીથી ભરવામા આવ્યુ હતુ. આ પહેલા વર્ષ 1900માં લેફ્ટનન્ટ ગવર્નર સર જોન વુડબર્ન પણ અહીં આવ્યા હતા. તે સમયે પણ આ મંદિરની ભવ્યતા ખૂબ જ પ્રખ્યાત હતી. તે સમયગાળામાં પણ તેને ભારતની સૌથી ભવ્ય ઇમારતોમાંની એક જાહેર કરવામાં આવી હતી અને આ ભવ્યતાનું વર્ણન કરવામાં આવ્યું હતું.

મંદિર વર્લ્ડ હેરિટેજમાં સામેલ

જો મંદિરની વાત કરીએ તો વર્ષ 1884માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં (World Heritage Sight) સામેલ કરવામાં આવ્યુ હતુ. આ મંદિરની બંને બાજુ 12 પૈડાની લાઇન છે. એવું કહેવાય છે કે આ 24 પૈડા કલાકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંદિરનું નિર્માણ રાજા નરસિંહદેવે કરાવ્યું હતું. આ મંદિર તેની કારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

આ પણ વાંચો : Lord Vishnu Famous Temples: ભગવાન વિષ્ણુના પાંચ પ્રસિદ્ધ મંદિરો, જ્યાં માત્ર દર્શન કરવાથી જ પૂર્ણ થાય છે બધી મનોકામનાઓ

આ પણ વાંચો : Uttarayan 2022 : ખીચડા વગર કેમ અધૂરો માનવામાં આવે છે મકરસંક્રાંતિનો તહેવાર, જાણો તેનું મહત્વ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">