ટેકઓફ થવાનું હતું પ્લેન, અને પેસેન્જર બોલ્યો, હું કોરોના પોઝિટિવ છું, જાણો પછી શું થયું

|

Mar 06, 2021 | 10:03 AM

દિલ્હીથી પુણે જઇ રહેલી ફ્લાઇટમાં ટેકઓફ બાદ એક પેસેન્જરે કહ્યું કે તે કોરોના પોઝિટિવ છે. ત્યાર બાદ પ્લેનમાં બેસેલા પેસેન્જરોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી.

ટેકઓફ થવાનું હતું પ્લેન, અને પેસેન્જર બોલ્યો, હું કોરોના પોઝિટિવ છું, જાણો પછી શું થયું
યાત્રીએ કોરોના પોઝિટિવના બતાવ્યા ડોકયુમેન્ટ

Follow us on

રાજધાનીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પુણે જઇ રહેલી ફ્લાઇટમાં અફરાતફરી ફેલાઈ ગઈ, જ્યારે એક મુસાફરે ટેકઓફ પહેલાં કહ્યું કે તે કોરોના પોઝિટિવ છે. માહિતી મળ્યા બાદ વિમાનમાં અન્ય મુસાફરો વચ્ચે ગભરાટ ફેલાઈ હતી. ફ્લાઇટ ક્રૂના સભ્યોએ અન્ય મુસાફરોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. જાણ થતા જ પાઈલોટએ વિમાનને પાર્કિંગમાં લાવ્યું. આ બાદ તમામ મુસાફરો નીચે ઉતર્યા હતા.

વ્યક્તિએ કોરોના પોઝિટિવના બતાવ્યા ડોકયુમેન્ટ

ગુરુવારે આ ઘટના ત્યારે બની જ્યારે ઈન્ડિગો ફ્લાઇટ નંબર 6 E-286 પુણે જવા માટે રવાના થઈ રહી હતી. અધિકારીઓએ કહ્યું કે એક વ્યક્તિએ ફ્લાઇટ ક્રૂને જાણ કરી કે તેઓ કોરોના પોઝિટિવ છે. આ પછી પાઇલટને તાત્કાલિક એલર્ટ કરી દેવામાં આવ્યું. સૂત્રોએ જણાવ્યું કે, વ્યક્તિએ પોતાને કોરોના પોઝિટિવ સાબિત કરવા માટે એક ડોકયુમેન્ટ પણ બતાવ્યું.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

માહિતી બાદ મુસાફરોમાં અફરાતફરી

જો કે તે બાદ સ્પષ્ટ થઈ શક્યું ન હતું કે કોરોના પોઝિટિવ હોવા છતાં તે વ્યક્તિ વિમાનમાં કેવી રીતે સવાર થયો. તેણે વિમાનમાં ચડ્યા બાદ તો શું થયું કે તેણે આ અંગે જાહેર કર્યું. આ ઘટના અંગેની માહિતી મળતાની સાથે જ પાયલોટ વિમાનને પાર્કિંગમાં લાવ્યું જેથી તમામ મુસાફરોને નીચે ઉતારી શકાય. આ માહિતી મળતાની સાથે જ વિમાનમાં બેઠેલા તમામ મુસાફરોમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. ફ્લાઇટ ક્રૂએ લોકોને શાંત રહેવા અપીલ કરી હતી.

ફ્લાઇટ બે કલાક લેટ

ત્યારબાદ ચેપગ્રસ્ત વ્યક્તિને એરપોર્ટ અધિકારીઓના હવાલે કરવામાં આવ્યો હતો. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે વિમાન સંપૂર્ણ રીતે ફ્યૂમિગેટ અને સેનિટાઈઝ કરાયું હતું. સીટ કવર પણ બદલાયા હતા. આ સમગ્ર ઘટનામાં ફ્લાઇટને લગભગ બે કલાકનો સમય લાગ્યો હતો. જો કે આ બાદ કોઈ પેસેન્જર કોરોના ટેસ્ટ લેવામાં આવ્યા ન હતા.

પોઝિટિવ યાત્રીને સફદરજંગ હોસ્પિટલમાં મોકલાયો

પોઝિટિવ યાત્રીને એરપોર્ટના અધિકારીઓને સોંપ્યા પછી, તેને કોવિડ -19 સુવિધાની સફદરજંગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. ગયા વર્ષે માર્ચમાં ઘરેલુ ફ્લાઇટ્સ અટકી ગયા બાદ હવાઈ સેવા ફરી શરૂ કરવામાં આવી છે.

Next Article