કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો અને સ્ટાફની ભરતી NTA અથવા UPSC દ્વારા કરવા સૂચન

|

Mar 10, 2021 | 6:53 PM

સંસદીય સમિતિએ શિક્ષણ મંત્રાલયને સૂચન કર્યું  છે કે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી  (NTA) અથવા UPSC દ્વારા કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા સંયુક્ત પરીક્ષા દ્વારા થવી જોઈએ.

કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો અને સ્ટાફની ભરતી NTA અથવા UPSC દ્વારા કરવા સૂચન

Follow us on

સંસદીય સમિતિએ શિક્ષણ મંત્રાલયને સૂચન કર્યું  છે કે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી  (NTA) અથવા UPSC દ્વારા કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા સંયુક્ત પરીક્ષા દ્વારા થવી જોઈએ. સમિતિએ શિક્ષણ વિભાગને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (new education policy 2020) સંબંધિત વિવિધ કાર્યો અને લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે તારીખ પ્રમાણેનો કાર્યક્રમ તૈયાર કરવા જણાવ્યું છે. સમિતિએ શાળા શિક્ષણની જોગવાઈઓનો અમલ કરવા માટે એક સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવા જણાવ્યું હતું.

 

સંસદમાં રજૂ કરાયેલ શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમતની સ્થાયી સમિતિના અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. સમિતિએ કહ્યું છે કે સમિતિના સૂચનો અંગે 30 જૂન, 2021 સુધી માહિતી પૂરી પાડવી જોઈએ અને આ માહિતીને શિક્ષણ મંત્રાલયની વેબસાઈટ પર અપલોડ કરવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

સમિતિએ એમ પણ કહ્યું કે કિશોરીઓ અને ટ્રાંસજેન્ડર સમુદાયના બાળકોના શિક્ષણ માટે એક રોડમેપ  તૈયાર થવો જોઈએ અને સાથે જ તેને સમયસર રીતે અમલમાં મૂકવાની યોજના બનાવવી જોઈએ. રિપોર્ટ અનુસાર શાળા શિક્ષણ વિભાગ માટે  ઈ-શિક્ષણની જરૂરિયાતોને પહોંચી વળવા ડિજિટલ પહેલ માટે વધુ ભંડોળ ફાળવવાની સંભાવનાને શોધી કાઢવી જોઈએ. 

 

આ પણ વાંચો: મમતા બેનર્જીને મોટો આંચકો, TMCના બે ધારાસભ્યો સહિત બે ફિલ્મી કલાકારો ભાજપમાં જોડાયા

Next Article