FACT: INDIAમાં WOMEN PILOTSની સંખ્યા 10 ટકા, જ્યારે દુનિયામાં 2 ટકા મહિલા પાયલોટ

|

Jan 17, 2021 | 5:10 PM

આજે બધા ક્ષેત્રમાં મહિલા પુરુષ સમોવડી થઈ ગઈ છે. આજે બધા જ ક્ષેત્રમાં મહિલાઓ હોય છે. સામાન્ય રીતે આપણે ફ્લાઇટમાં પુરુષ પાઈલોટને જ જોતાં હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ફ્લાઇટમાં મહિલા પાયલોટ(WOMEN PILOTS) પણ હોય છે.

FACT: INDIAમાં WOMEN PILOTSની સંખ્યા 10 ટકા, જ્યારે દુનિયામાં 2 ટકા મહિલા પાયલોટ
ભારતમાં મહિલા પાયલટની સંખ્યા 10 ટકા છે જ્યારે વિશ્વમા માત્ર 2 ટકા જ છે મહિલા પાયલટ

Follow us on

આજે બધા ક્ષેત્રમાં મહિલા પુરુષ સમોવડી થઈ ગઈ છે. આજે બધા જ ક્ષેત્રમાં મહિલાઓ હોય છે. સામાન્ય રીતે આપણે ફ્લાઇટમાં પુરુષ પાઈલોટને જ જોતાં હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ફ્લાઇટમાં મહિલા પાયલોટ(WOMEN PILOTS) પણ હોય છે.

વિશ્વભરમાં મહિલા પાયલોટની સંખ્યા 2 થી 3 ટકા છે. તો ભારતમાં મહિલા પાયલોટ 10 ટકાથી વધુ છે. મહિલા પાયલોટની નિમણૂકની વાત કરવામાં આવે તો, 1980ના મધ્ય ભાગમાં અને 2005માં ભારતીય એરલાઇન્સ (INDIAN AIRLINES) કંપનીઓમાં મહિલા પાઇલટ્સની સંખ્યામાં વધારો થયો છે. 2005 થી ભારતમાં ઘણી ખાનગી એરલાઇન્સ કંપનીઓએ તેમની સેવાઓ શરૂ કરી.

દેશની ત્રણ પુત્રીઓએ પ્રથમ ફાઇટર એરક્રાફ્ટ પાઇલટ(FIGHTER AIRCRAFT PILOT) તરીકે રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં મધ્યપ્રદેશથી ફ્લાઇટ લેફ્ટનન્ટ અવની ચતુર્વેદી અને તેના બે સાથીઓ રાજસ્થાનના મોહના સિંહ જીતવાલ અને બિહારના ભાવના કંઠ સામેલ હતી. વર્ષ 2018 માં અવનીને ફ્લાઇટ લેફ્ટની પોસ્ટ પર પ્રમોટ કરવામાં આવી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મુંબઇમાં રહેતી આરોહી પંડિત (AROHI PANDIT) પહેલી મહિલા પાઇલટ છે કે જેણે એકલીએ પ્લેન ઉડાડીને બે મહાસાગરો પાર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ કરનારી તે વિશ્વની પ્રથમ મહિલા પાઇલટ છે. આરોહીએ એટલાન્ટિક મહાસાગર અને તે પછી પેસિફિક મહાસાગર પાર કરીને 2019 માં એકલા ઉડાન ભરી હતી.

ભારતની પ્રથમ મહિલા પાઇલટ સરલા ઠકરાલ હતી. 1936 માં તેણે સાડીનો પલ્લુ સંભાળતા લાહોર એરપોર્ટ પર બે સીટર જીપ્સી મોથ વિમાન ઉડાવીને રેકોર્ડ બનાવ્યો. તે સમયગાળો હતો જ્યારે મહિલાઓને ઘરની બહાર જવાની કુટુંબની પરવાનગી લેવી પડતી હતી. સાડી પહેરીને વિમાન ઉડાડવું એ આશ્ચર્યજનક હતું.

Next Article