દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1600ને પાર,અત્યાર સુધી કુલ 49 લોકોના મોત

|

Sep 30, 2020 | 4:44 PM

કોરોના વાઈરસે વિશ્વ સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં કોરોનાના એક જ દિવસમાં 300 કેસ વધતાં હડકંપ મચ્યો છે. અત્યાર સુધી એવો એકપણ કિસ્સો એવો નથી આવ્યો કે દેશમાં એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાયા હોય. 300 કેસના વધારા સાથે પોઝિટિવ કેસની સંખ્યા 1600ને પાર કરી ગઈ છે. જેમાંથી 150 લોકો સાજા પણ […]

દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1600ને પાર,અત્યાર સુધી કુલ 49 લોકોના મોત

Follow us on

કોરોના વાઈરસે વિશ્વ સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં કોરોનાના એક જ દિવસમાં 300 કેસ વધતાં હડકંપ મચ્યો છે. અત્યાર સુધી એવો એકપણ કિસ્સો એવો નથી આવ્યો કે દેશમાં એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાયા હોય. 300 કેસના વધારા સાથે પોઝિટિવ કેસની સંખ્યા 1600ને પાર કરી ગઈ છે. જેમાંથી 150 લોકો સાજા પણ થઈ ગયા છે. જ્યારે 49 લોકોનાં મોત થઈ ગયા છે. ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 300થી વધુ છે.

આ પણ વાંચો:જાણો વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ પીએમ કેર ફંડમાં કેટલાં રુપિયાનું દાન કર્યું?

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

જ્યાં મોતની સંખ્યા પણ સૌથી વધુ 11 છે. તેલંગાણામાં 92 કેસ અને 8 લોકોનાં મોત થયા છે. જ્યારે કેરળમાં 240થી વધુ કેસ છે. અને મોતની સંખ્યા 2 છે. તો તમિલનાડુમાં 124 પોઝિટિવ કેસ એક એકનું મોત થયું છે. તો કર્ણાટકમાં 100થી વધુ પોઝિટિવ કેસ અને 3ના મોત થઇ ગયા છે. ઉત્તરપ્રદેશમાં 100થી વધુ કેસ છે. તો દિલ્લીમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 120 છે, જ્યારે 2ના મોત થઇ ગયા છે. ગુજરાતમાં 74 કેસ છે. 5 રિકવર થઇ ગયા છે. જ્યારે 6 લોકોના મોત છે. આમ મોત થવામાં દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:59 am, Wed, 1 April 20

Next Article